મમતાનો સંબંધ


                        મમતાનો સંબંધ

તાઃ૩૧/૭/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહની ગાથા ઉજ્વળ છે,જે પ્રભુ કૃપાથી જ સમજાય
સંબંધ જગતમાં સાચો જ એ,જે મમતાથી મેળવાય
                                     ……….દેહની ગાથા ઉજ્વળ છે.
માના પ્રેમની વર્ષા સંતાનને,જન્મ દેતા મળી જાય
ભીનુસુકુ પારખીને માડી,ઘોડીયે હાલરડા પ્રેમે ગાય
નીંદરની એ ઝલક જોતાં,માની મમતા ત્યાં દેખાય
આનંદઅનંત થાય હૈયે,નેજીવને શાંન્તિ મળી જાય
                                       ………દેહની ગાથા ઉજ્વળ છે.
પતિપત્નીના પ્રેમની છાયાએ,સંતાન ઉજ્વળ થાય
પિતાના પ્રેમની એકલકીરે,જગે સોપાન મળી જાય
માના હેતની લહેરઅનોખી,કુટુંબેપ્રેમ અનોખો થાય
મમતાનો સહવાસ જીવનમાં,ભક્તિએ વધુ લહેરાય
                                      ……….દેહની ગાથા ઉજ્વળ છે.

++++++++++++++++++++++++++++++

અંધકાર


                                અંધકાર

તાઃ૩૦/૭/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યાં આંખો બંધ કરું હું,ત્યાં અંધકાર છવાઇ જાય
જગમાં કાંઈ દીસે નહીં,ત્યાં જીંદગી વેડફાઇ જાય
                                      ………..જ્યાં આંખો બંધ કરું હું.
દેહને મળેલ છે આંખો,જેનાથી દુનીયા દેખાઇ જાય
અજબલીલા આકુદરતની,આખીસૃષ્ટિ સમજાઇજાય
બંધઆંખે ચાલતાં આદેહ,જ્યાં ત્યાં ખાડે પડી જાય
માનવતાએ મળે કોઇટેકો,નહીં તો મૃત્યુ મળી જાય
                                        ……….જ્યાં આંખો બંધ કરું હું.
જીવનના સોપાન ચઠવા,ભણતરના સંગને લેવાય
મનથી કરતાં મહેનતસંગે,ઉજાસ બુધ્ધિએ સહવાય
મળે જ્યાં સાચીરાહ જીવનમાં,અંધકાર ભાગી જાય
દેહમળેલ માનવીનો જીવને,સાર્થકતા મેળવી જાય
                                          ………જ્યાં આંખો બંધ કરું હું.

==============================

માડીજાયાને પ્રેમ


 
    
 
 
 
 
 
 
 
                          માડીજાયાને પ્રેમ
 સંતાનના મુખેથી…… 
                                         દીનેશમામાને

                                                                  જન્મદીને ભેંટ……

તાઃ૩૧/૭/૨૦૧૦                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગણે આવેલા મામાને જોતાં,મમ્મીની આંખો ભીની થઇ
          માબાપના પ્રેમનો વારસો ભાઇ,બહેનના હૈયે પ્રેમની ઉર્મી જોઇ
અનંત પ્રેમની નિર્મળ આશા,આજે પ્રભુ કૃપાએ પુરણ થઇ
          ભાઇ બહેનની અંતરની પ્રીત,આજે મામાની આંખોથી કહેવાઇ ગઇ.

જન્મદીન વ્હાલા ભાઇ દીનેશનો,વિપુલાબેન હૈયેથી હરખાય
          મામાને જોતા ભાવના,પુનીતા,પ્રીથીલા નેભાઇ કૃષ્ણા ખુશથાય
અજબ લીલા અવિનાશીની,કે આજે સ્ટીવ ફોઇને વંદી જાય
          પપ્પાના જન્મદીનને માણવા,એ દુબઇથી હ્યુસ્ટનમાં આવીજાય

મામાનો પ્રેમ મળે ભાણાંઓને,ને બહેનને પ્રેમ દીનેશભાઇનો
          કુદરતની આ પ્રેમલીલા  એવી,જે માબાપના સંસ્કારથી લેવાય
સમયના વ્હાણા વહીં જાય જીવનમાં,પણ પ્રેમ કદીના થોભે
         આવ્યો આજે જન્મદીન બની,વિપુલાબેનના ઘરનું આંગણું શોભે

પ્રેમે મળતા આશિર્વાદ મામાના,અમારા જીવન ઉજ્વળ થાય
          શબ્દ મળે ના અમને જગતમાં,જે મમ્મીના મુખ પર છે દેખાય
લાગે અમને ભક્તિ સાચી,મામાના પાવન પગલાં પડી જાય
         ધન્ય બન્યો આ પ્રસંગ અમારો,કે મામાનો જન્મદીવસ ઉજવાય 

અસીમ કૃપા પ્રભુની અમ પર,આજે ભોજનમાં ભોજન લેવાય            
          જન્મદીનની છે કૅક ભાવનાની,ને વંદન પુનીતા,પ્રીથીલાના
 ઉમંગ હૈયે લાવ્યો  કૃષ્ણા,સાથે મમ્મીના અનંત પ્રેમની ઝોળી
          યાદગારની આ અદભુત હેલી,લાવી જુલાઇ ૩૧ની સાંજ સુનેરી

**********************************************
          મમ્મીના પ્રેમને આવકારી શ્રી દીનેશમામા અમારે ત્યાં આવ્યા છે.
અમોને ઘણો જ આનંદ થયો છે.કુદરતની કૃપા થઇ કે જુલાઇ ૩૧ તેમનો
જન્મદિવસ છે જે અમોને ઉજવવાની તક મળી,સાથે તેમનો દીકરો સ્ટીવ
પણ આવ્યો છે તે અતિ આનંદનો પ્રસંગ હોઇ આ લખાણઅમારા મામાને
તથા ભાઇને યાદગીરી રૂપે પ્રેમથી અર્પણ.
લી.ભાવના,પુનીતા,પ્રીથીલા,કૃષ્ણા ને સાથે અમારી મમ્મીના આશીર્વાદ.
તાઃ૩૧મી જુલાઇ ૨૦૧૦.                                                     હ્યુસ્ટન,ટેક્ષાસ

=======================================

બાપા જલારામ


                        બાપા જલારામ

તાઃ૨૯/૭/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામનું રટણ કરતાં,પ્રભુ કૃપા મેળવાઇ ગઇ
જગમાં મળેલા જન્મને,સ્વર્ગની સીડી મળી ગઇ
                                 ……….રામનામનું રટણ કરતાં.
સંસારની સાંકળમાં રહીને,માનવતા મહેંકી ગઇ
આવી આંગણે માગે ભીખ,એ જીવની જગે જીત
ભક્તિની છે એ બલીહારી,નાજગમાં એ અજાણી
મળે શાંન્તિ ત્યારે જીવને,પ્રભુદેહ ધરે અવનીએ
                                    ………રામનામનું રટણ કરતાં.
સંસ્કાર મળે છે માબાપથી,નાજગે તેમાં કોઇ શંકા
તનથી મહેનત સંગ,ને મનથી રામનામ લેવાય
અન્નદાનની અજબશક્તિ,ના કોઇથી એ મેળવાય
ઉજ્વળ જીવન બનીરહે,જ્યાં સાતપેઢી તરી જાય
                                  ………..રામનામનું રટણ કરતાં.
માગણી મનથી પરમાત્માને,દેજો ભક્તિનો સંગ
ના આવે માયામોહના બંધન,જે દુનીયાનો રંગ
જલારામની શ્રધ્ધા,ને વિરબાઇ માતાને વિશ્વાસ
નસેનસમાં રામનામથી,નારહે જન્મે કોઇ ઉદાસ
                                      ……..રામનામનું રટણ કરતાં.

++++++******************************++++++

શરણં મમઃ


                             શરણં મમઃ

તાઃ૨૮/૭/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણુ લીધું મા અંબે તારું,જન્મ સફળ કરવાને કાજ
ભક્તિપ્રેમની સ્વીકારીને મા,મુક્તિ દેજો જીવને આજ
                                   ……….શરણુ લીધું મા અંબે તારું.
કરુણા તારીમળે જ્યાં જીવને,ત્યાં ભક્તિમળે અપાર
માડી તારો પ્રેમ જીવને,દઇ દે મુક્તિ તણા સોપાન
આવ્યો આજે મંદીર તારે,પુંજન અર્ચન કરવા કાજ
ભક્તિ સ્વીકારી કરુણાકરજો,નાબીજી જીવનમાંઆશ
                                      ………શરણુ લીધું મા અંબે તારું.
શરણં મમઃ શબ્દ સાંભળતાં,મા દેજો કરુણા અપાર
જીવને મળે શાંન્તિજીવનમાં,જે મા કૃપાથી લેવાય
સ્નેહપ્રેમ મળતાં માતાનો,પાવનજન્મ થતો દેખાય
દેહની લીલા અજબનિરાળી,માપ્રેમે એ અટકી જાય
                                    ……….શરણુ લીધું મા અંબે તારું.
સહવાસ મળતાં સવારનો,કોમળ કિરણો મેળવાય
પ્રભાતનીપરખ મળતાંજીવને,સદમાર્ગે દોરી જાય
માની આરતી મનથી ગાતા,મા ભક્તિએ હરખાય
સદા શાંન્તિ મળીરહે,ત્યાં સૌ વ્યાધીઓ ભાગીજાય
                                  ………..શરણુ લીધું મા અંબે તારું.

******************************************

આંધી


                                  આંધી

તાઃ૨૭/૭/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિસાબ કૉડી કૉડીનો રખાય,ને બક્ષીસ લાખની થાય
પ્રભુકૃપાની અજબ પેઢીમાં,ક્યારેય આંધી ના દેખાય
                                      ……….હિસાબ કૉડી કૉડીનો રખાય.
નાવિક ચલાવે નાવડી,ત્યાં મુસાફરો મસ્તીમાં ખોવાય
સફરનોઆનંદ સૌને મણાવી,સાથે ચાલક પણ હરખાય
જગતની નાવડી પ્રભુ હંકારે,ને જીવો કર્મબંધને જોડાય
ભક્તિ એવી સાંકળછે,જીવને સુખ સંમૃધ્ધિએ લઇ જાય
                                     ………..હિસાબ કૉડી કૉડીનો રખાય.
સમય નાપારખે માનવી,ને મોહમાયામાં લબદાઇ જાય
પાઠ મળે ત્યાં પરમાત્માનો,જેને જગે આંધી છે કહેવાય
શીતળ પવનની જ્યાં ગતી વધે,ત્યાં ઘરગામ વેડફાય
મેધરાજાની નારાજગીએ તો,ધરતી બંબાકાર થઇ જાય
                                        ……….હિસાબ કૉડી કૉડીનો રખાય.
મતી મળીછે દેહનેજન્મે,કોની કેવી કેટલી સમયે દેખાય
ભેદભાવની નાલકીર નાની,જ્યાં ન્યાય સર્જનહારે થાય
આશરો જેને પરમાત્માનો,જગતમાં વાળ ના વાંકો થાય
આંધીની કોઇ ચિંતાસતાવે,કે નાઆવે કોઇ કુદરતનોકોપ
                                         ……….હિસાબ કૉડી કૉડીનો રખાય.

====*******====*******====******===

કળીયુગી કાતર


                         કળીયુગી કાતર

તાઃ૨૬/૭/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદમ કદમ પર કાતર છે,કળીયુગે ના સૌને દેખાય
નજર ફેરવતા એ નાદેખાય,વાગે ત્યારેજ સમજાય
                                  ……….કદમ કદમ પર કાતર છે.
અજબ લીલા કરતારની,જે સમય સમયે બદલાય
જીવના બંધન જગતના,જન્મ મળતા જ પરખાય
સતયુગ કળીયુગની દ્રષ્ટિ,કર્મના બંધનથી લેવાય
મળીજાય માર્ગ મુક્તિનો,જીવને સદગતીમળીજાય
                                   ……….કદમ કદમ પર કાતર છે.
ભજન કિર્તન એ ટેકોછે,કળીયુગી કાતર તુટી જાય
મળે આવી શાંન્તિ મનને,જે કૃપા થકી મળી જાય
ના મોહ રહે સંગે જીવની,તુટે માયા બંધન અપાર
જલા સાંઇની ભક્તિસંગે,થઇ જાય જીવનુ કલ્યાણ
                                   ……….કદમ કદમ પર કાતર છે.
કળીયુગની આ કાતર એવી,માનવી મન લબદાય
સમય ચુકતા વાગેએવી,ના કોઇથીય બચી શકાય
દેખાવની લંબાઇ લાંબી,નાતેનો છેડો થોડો પકડાય
છુટીજાય જગના આબંધન,જે મૃગજળ જેમ દેખાય
                                  ……….કદમ કદમ પર કાતર છે.
એક કદમ માંડતાં ભઇ,બીજો તરત ફસાઇ જાય
સમાજ સહવાસને સંબંધ,એ જીવને જકડી જાય
નાઆરો કે ઓવારોરહે,ત્યાં સાચીભક્તિને શોધાય
જીવને કેડી ક્યાંકથીમળતાં,જગથી ઉન્નતિ દેખાય
                                  ……….કદમ કદમ પર કાતર છે.

====*****=========*****========*****====