મળેલ માર્ગ


                         મળેલ માર્ગ

તાઃ૨/૮/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજી લીધા ભગવાન મનથી,
                               જીવને મળી ગયા સદમાર્ગ
શ્રધ્ધા રાખી હેત પ્રેમમાં મેં,
                            દીઠા નિર્મળ ભક્તિને સન્માન
                                     ………ભજી લીધા ભગવાન મનથી.
આંગળી પકડી ચાલતુ બાળક,માતા નિરખીને હરખાય
સમયની સાથે જીવ  જીવતાં,ના જગે વ્યાધી ભટકાય
મળતી માયા આંગણે કળીયુગે,જે લોભ થકી લઇ જાય
મમતાની મોહકતા લેતાં,આશિર્વાદની વર્ષા થઇ જાય
                                   ………..ભજી લીધા ભગવાન મનથી.
સંતની છાયા પડતાં દેહે,જીવનના માર્ગ મોકળા થાય
સંસારની શીતળતા મળતાં,આ જન્મ સફળ થઇ જાય
જલાસાંઇની જ્યોત પ્રેમની,સીધી ભક્તિ બતાવી જાય
જન્મદેહનો સફળથતાં કૃપાએ,જીવને મુક્તિ મળી જાય
                                    ………..ભજી લીધા ભગવાન મનથી.

    ===============================

લાગી લગન


                        લાગી લગન

તાઃ૨/૮/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગે લગની જ્યાં દેહથી,ના કોઇથીય એ છોડાય
મન મક્કમ જ્યાં કરી લીધું,દેહથી મેળવાઇ જાય
                                      ……..લગની લાગે જ્યાં દેહથી.
દેહ મળતાં જીવનેજગે,પ્રેમ માબાપનો જ મેળવાય
ના તેમાં કોઇ શંકા રહે,દેહને બાળપણથી ઓળખાય
દેહને લાગે જ્યાં લગની પ્રેમની,ઘોડીયે છે હિંચકાય
મળી જાય હેલી પ્રેમની,જ્યાં સંતાન બની રહેવાય
                                        ………લગની લાગે જ્યાં દેહથી.
વિદાય થતાં બાળપણને,ત્યાં તો જુવાની દેહે દેખાય
જુવાનીના સોપાનકઠણ,પણ એ મહેનતથીજ ચઢાય
પાટી પેનનો સંગ સાચો,મળે સોપાન જીવને ઉજ્વળ
સરળ બની જાય આ જીવન,જ્યાં લગની લાગી જાય
                                        ……….લગની લાગે જ્યાં દેહથી.
ભક્તિનો સંગ અતિ નિરાળો,જીવથી જ એ મેળવાય
મળી જાય સાચાસંતની દોર,ભવસાગર તરી જવાય
ખુલીજાય જ્યાં દ્વારમુક્તિના,થઇજાય જીવનો ઉધ્ધાર
ના અવતરણની ચિંતાજીવને,શરણું પભુનુ મળીજાય
                                        ………. લગની લાગે જ્યાં દેહથી.

++++++++++++++++++++++++++++++

એકલાપણુ


                           એકલાપણુ

તાઃ૨/૮/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંજ અને સવારનો સંગ,જેમ  ઉજાસ અને અંધકાર
જન્મઅને મરણ પણએવા,જે એકલા જીવથી લેવાય
                                      ………સાંજ અને સવારનો સંગ.
નિર્મળ સ્નેહનો સંગ મળે ત્યાં,સંબંધ સચવાઇ જાય
જેમ સહવાસ સુર્ય કિરણનો,જગે ઉજાસ આપી જાય
ચાંદની ચંન્દ્રમાની શિતળ,જે નિર્મળ રાત્રી દઇ જાય
જગત પિતાની દ્રષ્ટિ એક,આ જન્મ પાવન થઇ જાય
                                    ……….સાંજ અને સવારનો સંગ.
જીવ જ્યાં પટકે પૃથ્વી પર,જેને દેહ મળ્યો કહેવાય
કર્મતણા અલૌકિક બંધન,એ જન્મ મળતાંજ દેખાય
સહવાસની ખોટી શોધમાં,જીવ ધરતીએ છે ભટકાય
વાત વાતમાં દેહના જીવને,એકલવાયુ લાગી જાય
                                     ………..સાંજ અને સવારનો સંગ.
સંસારમાં સંબંધ સગાં વ્હાલાનો,એ અવનીએ દેખાય
પ્રાણી પશુને છે સંબંધ અન્નથી,જે સાચવવા સહવાય
મોહમાયાના બંધન એવા,જેને સવાર સાંજ સમજાય
જ્યાં ભક્તિસંગ મળે જીવને,ત્યાં એકલાપણુ દુર જાય
                                       ……….સાંજ અને સવારનો સંગ.

==============================