મનથી માગુ


                           મનથી માગુ

તાઃ૩/૮/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભીખ માગુ ભગવાનથી હું,મારા હાથ પ્રસારી પ્રભુ ચરણે
રાખજો મુજ પર નજર દયાની, જીવ ના અહીંતહીં ભટકે
                                        ……….ભીખ માગુ ભગવાનથી હું.
રટણ પ્રભુનુ રહે સદા મનથી,ને હૈયામાં શ્રધ્ધા હું રાખું
ડગલેપગલે કૃપા હું માગું,જે જીવને મુક્તિ તરફ લેનારુ
મળેલ માનવ દેહ જીવને,પ્રભુની પાવન કૃપા હું જાણું
હાથ પ્રસારી વંદન કરતાં,મુક્તિ જીવની સદાય માગું
                                          ……….ભીખ માગુ ભગવાનથી હું.
દુનીયાના અંધકારમાં હું,પ્રેમે જ્યોત જલાસાંઇની શોધું
ભક્તિનો લઇ ટેકો અનેરો,જેણે સંસારમાં સુગંધપ્રસરાવી
પરમાત્મા પણ ભાગ્યા છોડી,આઅવની પરનો વિશ્રામી
માગુ મનથી કૃપા નેપ્રેમ પ્રભુનો,ને મુક્તિ સંસારી સંગી
                                          ………..ભીખ માગુ ભગવાનથી હું.

###############################