બંસીનાદ


                            બંસીનાદ

તાઃ૯/૮/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મધુર શીતળ નાદ મળે,જ્યાં આંગળીઓ ફરીજાય
આ તરંગ હવાના સાંભળીને,માનવી મન મલકાય
                                           ………મધુર શીતળ નાદ મળે.
નામળે તરંગો જો હવાના,તો બંસીનાદ ના સંભળાય
આંગણીઓ તો ચાલી શકે,પણ નામર્મ કોઇ સમજાય
પસારથાય જ્યાંવાયરો,વાંસળી સ્વર કાને દઇ જાય  
જીંદગી એવી જગતપર,ના સહવાસી વગર  જીવાય
                                           ……… મધુર શીતળ નાદ મળે.
સારેગમની આ સરળતા,જે મધુર સ્વરે કાન લલચાય
જીંદગીની સરગમ આ ન્યારી,જે સુખદુઃખમાં સહેવાય
કાનને મધુર સ્વરમળે ત્યાં,માનવી મનથી છે હરખાય
ભક્તિનો એકઆશરો જીવને,કૃપાએ બંસીનાદ દઇજાય
                                         ………..મધુર શીતળ નાદ મળે.

=============================