મોગરાની મહેંક


                         મોગરાની મહેંક

તાઃ૧૦/૮/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મીઠી મહેંક મોગરાની મળતાં,પ્રભુ કૃપા વરતાય
શીતળતાની આ સીડીએતો,જીવન ઉજ્વળ થાય
                          ……..મીઠી મહેંક મોગરાની મળતાં.
સુવાસ મળતાં દેહને,મનને અનંત શાંન્તિ થાય
બંધ આંખ રાખી મહેંક મળે,ત્યાં સ્વર્ગ મળી જાય
સુગંધ પ્રસરતાં નસનસમાં,આજગની ઝંઝટજાય
પરમાત્માની દીવ્ય દ્રષ્ટિએ,જન્મ સફળ થઇજાય
                         …….. મીઠી મહેંક મોગરાની મળતાં.
શીતળ જીવન સહવાસથી,જે પ્રાર્થનાએ દેખાય
મનને શાંન્તિ મળી જાય,ને તનને મળે વિશ્રામ
મોગરાની મહેંક મળતાં,વિરપુર યાદ આવીજાય
ઝુંપડી જલાબાપાની જોઇ,માનવતા મળી જાય
                           ……..મીઠી મહેંક મોગરાની મળતાં.

*********+++++++*********+++++++

આવ્યો શ્રાવણ


                         આવ્યો શ્રાવણ

તાઃ૧૦/૮/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો શ્રાવણ શીતળતા લઇ,સાથે ભક્તિનો સથવાર
મળે જગે કરુણાઅપાર,જ્યાં મળીજાય પ્રભુનો દરબાર
                                ………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
ધર્મ ધ્યાનને પુંજન અર્ચન,પ્રેમે ઘરમાં જ ભક્તિ થાય
શાંન્તિનો સહવાસ જીવનમાં,જે પ્રભુ કૃપાએ મળી જાય
નિર્મળજીવન બનેસહવાસે,એ સાચી ભક્તિથી મેળવાય
શ્રાવણમાસની આ નિર્મળભક્તિએ,જીંદગી પાવન થાય
                                 ………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
સોમવારે શંભુની પુંજા,ને મંગળવારે ગજાનંદને પુંજાય
બુધે મા અંબાની ભક્તિ,ને ગુરુવારે જલાસાંઇને ભજાય
શુક્રવારે માસંતોષીની પુંજા,ને શનીએ હનુમાન પુંજાય
શ્રી રામમાં રાખી અતુટ શ્રધ્ધા,સાચી ભક્તિ મળી જાય
                                ………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
સંસ્કાર સિંચન માબાપના,એતો આશિર્વાદે મળીજાય
પવિત્રમાસની પાવન ભક્તિએ,વ્યાધીઓ ભાગીજાય
નાઆવે આધી કે વ્યાધી,એતો પ્રભુ કૃપાએ ટળીજાય
સાર્થક જીવને જીવન મળે,ના જગે કોઇથી એ દેવાય
                                 ……….આવ્યો શ્રાવણ શીતળતા લઇ.

=++++++++++++++++++++++++++++=