સંતોષી મા


                         સંતોષી મા

તાઃ૧૧/૮/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુ આરતી મા સંતોષીની,ભક્તિ પ્રેમની  લઇ
ધુપદીપને અર્ચનાકરતો,વંદુ માને ચરણે જઇ
                            ……….કરુ આરતી મા સંતોષીની.
નિત્ય સવારે વંદી માને,પ્રેમે દીવો કરુ હું અહીં
નિર્મળ પ્રેમ મળતો જગતમાં,માની કૃપાને લઇ
ઉજ્વળ જીવન દેજો માડી,જીભે મધુરવાણી દઇ
સુખદુઃખમાં સંભાળજોમા,આજીવને બચાવી લઇ
                              ………કરુ આરતી મા સંતોષીની.
સ્મરણ કરતાં ઓમાડી તારું,ઘરમાં હું ભજન કરું
દેજો મા સહવાસ જીવનમાં,ભક્તિ ભાવથી સ્મરું 
કરુણાકારી મા અતિ દયાળુ,પ્રેમે ધુપ અર્ચન કરું
સ્વીકારી ભક્તિને વંદના,ઉજ્વળ જીવન હું માગુ
                              ……….કરુ આરતી મા સંતોષીની. 

    ============================