સમયની જાણ


                                 સમયની જાણ

તાઃ૧૯/૮/૨૦૧૦                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેટલા વાગ્યા,કેટલા વાગ્યા પુછતો માનવી સમય વેડફી જાય
મળેલ તકને દેહે ગુમાવી,ઉજ્વળ જીવન એ વ્યર્થ કરતો જાય
                                                     ……..કેટલા વાગ્યા,કેટલા વાગ્યા.
આંખ ખોલતા ઉજાસદીસે જગતમાં,ત્યાં પ્રભાત થઇ સમજાય
જગતજીવની આ ઉત્તમ સમજ,કે જેને સુર્યોદય થયો કહેવાય
દેહને સ્પર્શે જ્યાં કિરણો સુર્યના,ત્યાં કુદરતી સ્ફુર્તી મળી જાય
આ કોમળ સહવાસ જગતમાં,જીવને સાચી જાગૃતિ દઇ જાય
                                                 ……….કેટલા વાગ્યા,કેટલા વાગ્યા. 
પરસેવાના સાગરમાં દેહથી પડતાં,દેહ પાણીથી ભીંજાઇ જાય
મધ્યાહન દીવસમાં થતાં ધરતીએ,ગરમીની વર્ષા થતી થાય
થાક દેહને  લાગતા માનવીને,બપોર કુદરતથી મળી સમજાય
ના ટકોરાની જરૂરપડે કાનને,કે નાકોઇને કેટલા વાગ્યા  પુછાય
                                                 ……….કેટલા વાગ્યા,કેટલા વાગ્યા.
મહેંક મળેલા મધુર જીવનમાં,જગતમાં માનવતા મળી જાય
આનંદ ઉમંગનો સંગ રહેતા દેહને,સ્વર્ગીય સુખજ અનુભવાય
નિરાંતની  વેળાએ ટાઢક મહેંકે,ત્યાં સંધ્યાનો સંગ મળી જાય
ઉજ્વળપ્રભાત,પરસેવો બપોરે,ને સંધ્યાએ શાંન્તિ પ્રસરીજાય
                                                   …….. કેટલા વાગ્યા,કેટલા વાગ્યા.

+++++++++++++++++++++++++++++++++++++