આવ્યો વાયરો


                           આવ્યો વાયરો

તાઃ૨૦/૮/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

એ આવ્યો આ મધુર લાગતો,વાયરો આજ  ભારતથી
હ્યુસ્ટન આવ્યો પ્રેમ લેવા,લેખકોનો મળતો જ દીલથી
                                   ………એ આવ્યો આ મધુર લગતો.
પ્રેમ પ્રેમની એક એક કડીને,પકડી ચાલે સૌ ઉમંગથી
સ્નેહની સાંકળ પકડી લઇને,જીંદગી માણી સ્વજનની
કળીયુગી બંધન દુર રાખીને,સ્નેહપ્રેમે જકડી જ લીધા
કલમ કેરી એ સુગંધ લેવા,વાયરોએ આવ્યો ભારતથી
                                   ……….એ આવ્યો આ મધુર લગતો.
રિધ્ધીને જ્યાં મનથીપુંજી,સિધ્ધીઆવે લાયકાતે દોડી
પ્રેમ મળે ત્યાં આવી સૌનો,હેત સાગરનો સાથે લઇને
ડગલે પગલે મળે શીતળતા,માગે મળેના જગે કોઇને
લખે લેખ કે લખે કવિતા,હરપળ માનવતા સંગે રાખે
                                      ………એ આવ્યો આ મધુર લગતો.

===============================