હનુમાનજી


                            હનુમાનજી

તાઃ૨૧/૮/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મેળવવા પરમાત્માનો,રૂપ અનેક ધરાય
કયા રૂપમાં ક્યારે આવે,ના કોઇથીય સમજાય
                             ………પ્રેમ મેળવવા પરમાત્માનો.
બાળ પ્રભુને પારખીલેતાં,અયોધ્યા આવી જાય
આવી આંગણે શીવજી સંગે,દોરડીએ છે બંધાય
સંગ મેળવવા હનુમાનનો, આંખો ભીની કરાય
બાળ રામને મા પ્રેમથી,હનુમાનજી મળી જાય
                             ………પ્રેમ મેળવવા પરમાત્માનો.
ભક્તિની આ રીત અનોખી,ના માનવને દેખાય
મા સીતાની કૃપાને કાજે,સિંદુરથી દેહને ભીંજાય
શ્રધ્ધાની શક્તિ અનોખી,લંકાના દહને સમજાય 
કુદરતની આ ન્યારી રીત,અવતારોએ મેળવાય
                             ………પ્રેમ મેળવવા પરમાત્માનો.
અતુટ શ્રધ્ધા મનમાં રહેતા,દુઃખ દુર ભાગી જાય
આવેભુલથી આંગણેવ્યાધી,હનુમાનજી ગળીજાય
ભોલેનાથ તો ભોળાછે,ને પ્રભુ વિષ્ણુ અતીદયાળુ
બ્રહ્માજીનો પ્રેમ મળે,ત્યાં કૃપા સરસ્વતીની થતી
                              ………પ્રેમ મેળવવા પરમાત્માનો.

+++++++++++++++++++++++++++++