માનવ નૈન


                             માનવ નૈન

તાઃ૨૨/૮/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની આ કળા નિરાળી,જે પળપળ કહી જાય
એક જ ઇશારો આંખનો,જગે જીવન બદલાઇ જાય
                                ………કુદરતની આ કળા નિરાળી.
કર્મ જગતમાં બંધન આપે,ને નૈન કરે જ્યાં ઇશારો
જન્મમૃત્યુની સાંકળ એવી,જગમાં સૌને રાખે સાથે
મળીજાય જો નૈન હેતના,પાવન જીવન કર્મ લાગે
અંત જીવનો લાગે નિરાળો,નૈન ભીના કરીજવાનો
                                 ……….કુદરતની આ કળા નિરાળી.
મોહ ને રાખી સંગે જીવનમાં,જન્મ જીવ જીવવાનો
આંટીઘુંટીની આ દુનીયામાં,ઇર્ષાદ્વેશ મળી રહેવાનો
આવે ત્રાસનેમાયા માર્ગે,જીવન આખુદુઃખી થવાનુ
મળેઅસર એનૈનની,કલીયુગ આવી ભરખી જવાનુ 
                                    ………કુદરતની આ કળા નિરાળી.

===============================

ભક્તિ દોર


                           ભક્તિ દોર

તાઃ૨૨/૮/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મને લગની લાગી મનથી જલારામની 
                      મને ભક્તિ મળી છે જલાસાંઇથી
ઓ પરમ કૃપાળુ,તમે છો અતિ દયાળુ,
               મારી ભક્તિ સ્વીકારી,લેજો જીવને ઉગારી.
                                 ……..મને લગની લાગી જલાસાંઇની.
આંખ ખોલતા રટુ જલાસાંઇને,હાથજોડી નમન કરુ હું
અંતરમાં રહેલ ભક્તિ ભાવને,અર્ચનથી અર્પણ કરુ હુ
નિત્ય સવારે દીવો કરતાં,મુક્તિ માગવા વંદન કરુ હુ
સ્મરણ પ્રભુનુ મનથી કરુહું,સાચાસંતને દંડવત કરુ હું
                                       ………. લાગી લગન જલારામની.
વાણીવર્તન સમજસાથે,મનથીવિચારી પગલુ ભરુ હું
મોહ માયાથી દુર રહેવાને,જલાસાંઇનુ સ્મરણ કરુ હું
કળીયુગનો પડછાયો છોડવા,સુર્યદેવનુ પુંજન કરુ હું
મનથીમાગુ મુક્તિ જીવની,પરમાત્માને નમન કરુ હું
                                      ……….. લાગી લગન જલારામની.

   ++=====++======++=====++======+