રાખડીના બંધન


                          રાખડીના બંધન

તાઃ૨૪/૮/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરત કેવી ન્યારી છે જગતમાં,ના દેહથી કોઇએ જાણી
સ્નેહના સકંજાની આરીત,એ ભાઇબહેનની સાચી પ્રીત
                                ……….કુદરત કેવી ન્યારી છે જગતમાં.
બાળપણમાં રડતા ભાઇને,વ્હાલથી બહેન ઝુલાવી જાય
નાની બહેનની ભીની આંખ જોતાં,ભાઇ પાસે દોડી જાય
નાનાનાના દેહની આપ્રીત,છે માબાપના સંસ્કારનીરીત
મળીજાય સંતાનને સ્નેહે,બને ઉજ્વળ જીવન મળે પ્રીત
                                  ………કુદરત કેવી ન્યારી છે જગતમાં.
ભક્તિ એતો સંસ્કાર જીવના,ને પ્રેમ એ દેહની લાયકાત
આશીર્વાદ મળે માબાપના,દેહનો જન્મ સફળ થઈ જાય
તાંતણો એક રક્ષાનોબાંધતા,માડીજાયાનો પ્રેમમળીજાય
રાખડીના બંધન છેઅનેરા,એતો બાંધનારને જ સમજાય
                                     ……… કુદરત કેવી ન્યારી છે જગતમાં.
શ્રાવણ માસના આ દિવસો,પવિત્ર ભક્તિથી જ સમજાય
દરેકપળને જ્યાં પારખી લીધી,ત્યાં જીવ મુક્તિએ દોરાય
રક્ષાબંધન છે તાંતણોસ્નેહનો,ભાઇનાહાથે બેનથી બંધાય
અખંડ અલૌકિક પ્રેમમળે,જગતને પ્રેમનાબંધને દોરીજાય
                                     ……… કુદરત કેવી ન્યારી છે જગતમાં.

    +++++++++++++++++++++++++++++++

રક્ષાનો તાંતણો


 

 

 

 

 

 

                        રક્ષાનો તાંતણો

તાઃ૨૪/૮/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ      

રાખડી બાંધતાં ભાઇને,બહેનની આંખો ભીની થાય
નિસ્વાર્થ પ્રેમના આબંધન,જે માબાપથી મળી જાય
                                            ……….રાખડી બાંધતાં ભાઇને.
રાખડી શોધતાં તો લાગી વાર,પણ તુરત બંધાઇ ગઇ
અંતરથી ઉભરેલ પ્રીત,બહેનની આંખોથી કહેવાઇ ગઇ
આંગણે નજર રાખી શ્રાવણમાં,ભાઇની રાહ જોતી થઇ
                                            ……….રાખડી બાંધતાં ભાઇને.
ભાઇને જોતાંજ બારણે બહેની,ખોલવાને દોડીદોડી ગઇ
આંખો ભીનીથઇ ભાઇની,બેનથી માની પ્રીત મળી ગઇ
સુખદુઃખમાં સંગાથેરહેતા,જીંદગી સાચોપ્રેમ મેળવી ગઇ
                                             ……….રાખડી બાંધતાં ભાઇને.
મોગરો ગુલાબની મહેંક મળી,જ્યાં બારણે આવ્યો ભાઇ
જન્મોજન્મના બંધન માગવા,માને પ્રાર્થના કરતી જઇ
કૃપાપ્રભુની સદાવરસે,ને સાર્થકપ્રેમ મળે ભાઇનો અહીં
                                             ……….રાખડી બાંધતાં ભાઇને.

+++++++++++++++++++++++++++++++