પ્રેમની પરખ


                             પ્રેમની પરખ

તાઃ૨૮/૮/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખો ભીની જોતાં કોઇની,મન વિચારતુ જ  થઇ જાય
કેમથઇ આંખો ભીની,વિચારમાં દીન આખો વીતીજાય
                                       ……..આંખો ભીની જોતાં કોઇની.
ઉમંગ હૈયે અનંત થાય,ને ના હ્રદયનો ઉભરો રોકાય
શબ્દમળેના જીભને કોઇ,ત્યાં આંખો અશ્રુથી કહી જાય
સાચા પ્રેમની છે કોમળ માયા,ના કોઇથી એને છોડાય
માતા,પિતા,સંતાન કે સ્નેહી,મળતાં આંખો ભીનીથાય
                                      ………આંખો ભીની જોતાં કોઇની.
દુશ્મન જોઇ મદદે આવે,તેમાં મિત્રતાનો પ્રેમ દેખાય
સહારો બની સાથે ઉભો રહે,જે પ્રેમ અંતરનો કહેવાય
અર્જુનના બન્યાસારથી,કૃષ્ણનો એ મિત્રપ્રેમ સહેવાય
સાથ મળે દોસ્તનો,મહાભારતમાં દોસ્ત પ્રેમ પરખાય
                                        ………આંખો ભીની જોતાં કોઇની.
હોઠ લાલ જોઇને સ્ત્રીના,મન આકુળ વ્યાકુળ થઇ જાય
ક્યારે બાથમાં લઇ લઉ,તેવું જાણે મનમાં કંઇકંઇ થાય
આઅમેરીકન દેખાવજોતાં,શબ્દોનીવર્ષા પણ થઇજાય
પરખાય આપ્રેમ દેખાવનો,ક્યારેમારે નાકોઇથીકહેવાય
                                         ………આંખો ભીની જોતાં કોઇની.

   ======++++++=======++++++======