મારું મારું


                             મારું મારું

તાઃ૩૦/૯/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારું મારું કરતો માનવ,જગતમાં એ ફરતો જ જાય
મળી જાય જ્યાં અપંગતા,ત્યાં એ તારું કહેતો થાય
                                        ……….મારું મારું કરતો માનવ.
નિર્ધનતાને પામતા જગતમાં,સમય શોધવાને જાય
મહેનતને જ્યાં નેવેમુકે,ત્યાં નાકોઇ મારું એને દેખાય
અહંકારની ઓટલી મળતાંતો,ઉંમરાઓ એ ચુકી જાય
સ્વાર્થમોહને લોભ છોડતાં,કંઇક કંઇક મારુંએ સમજાય
                                       ………..મારું મારું કરતો માનવ.
સકળ સૃષ્ટિના કર્તારે દેહને,દીધો જન્મમરણનો સાર
સફળ જન્મની એકજ લકીર,જ્યાં ભક્તિ થાય અપાર
મારું તારું ના બંધન તુટતાં,થઇજાય જીવનો ઉધ્ધાર
આંગણેઆવી પ્રભુ કહે,દઇદે તારા જીવનનો સહવાસ
                                        ………..મારું મારું કરતો માનવ.

    ==============================

પાધડી


                                   પાધડી

તાઃ૩૦/૯/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત ધડીઓ મળે જગતમાં,જ્યાં મળે જીવને જન્મ
સાચવીલે પા ધડી જીવનમાં,તો સાર્થક થાય સૌ કર્મ
                                  ……….અનંત ધડીઓ મળે જગતમાં.
પ્રભાત થવાનું પૃથ્વીએ ભઇ,ને સંધ્યાય દરરોજ થાય
ધડી ધડીનો અણસાર મળે,જે સાચી ભક્તિએ સમજાય
જન્મ મૃત્યુ એ દેહનાબંધન,ના પરમાત્માથી એ છોડાય
રામ કૃષ્ણ એ સ્વરૂપ લીધા,જે માનવી દ્રષ્ટિથી જોવાય
                                    ………અનંત ધડીઓ મળે જગતમાં.
સમયનીસાંકળ જકડે સૌને,નાજગે કોઇથીય એ છોડાય
બાલપણ જુવાની ને ઘડપણ,એ તો છે સમયના સંકેત
ધડી પારખી સાચવીલેતાં,પાવન રાહ દેહને જરૂર મળે
મોહ માયાના બંધન છુટતાં જ,મુક્તિ દ્વાર જીવના ખુલે
                                     ………અનંત ધડીઓ મળે જગતમાં.

+++++++++++++++++++++++++++++++

જીવનની રાહ


                           જીવનની રાહ

તાઃ૨૮/૯/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંજીલ મળતી મનથી માગી,શુભ અશુભનો ના ત્રાસ
આશીર્વાદની દ્રષ્ટિ પડતાંજ,મળી જાય જીવનની રાહ
                                  ………..મંજીલ મળતી મનથી માગી.
ઉજ્વળ કેડી મળે જીવનને,લીધો જ્યાં ભણતરનો સાથ
મહેનત મનથી કરી લેતાં, આવી આંગણે મળે છે લાભ
સંસ્કાર મળેછે માતાથી,જીવનમાં સદમાર્ગોને દઇ જાય
પિતાથી મળતી  રાહની દોરી,જીવનને રાહ મળી જાય
                                   ………..મંજીલ મળતી મનથી માગી.
સંત સ્નેહ મળે જીવનમાં,ત્યાં ભક્તિની રાહને પકડાય
જલાસાંઇની એક જ દ્રષ્ટિ પડતાં,જીવ ભક્તિએ દોરાય
બારણુ ખોલતા કીરણ પ્રસરે,ત્યાં ઘર અમૃત થઇ જાય
પરમાત્માની મળતાં કૃપા,જગતથી  મુક્તિ મળી જાય
                                   ………..મંજીલ મળતી મનથી માગી.

+++++++++++++++++++++++++++++++

અદભુત કહેવાય


                             અદભુત કહેવાય

તાઃ૨૭/૯/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુરબીન લઇને દુનીયા જુએ,વાહનોથી માઇલો જવાય
પ્રભુ કૃપાને ના પરખાય કોઇથી,અદભુત એજ કહેવાય
                                        ………દુરબીન લઇને દુનીયા જુએ.
લાકડીનો ટેકો ને બલુનનીસફર,અહીંતહીં એ લઇ જાય
હદયને જોવા એક્ષરે શોધે,ને હવામાન ભઇ થર્મોમીટર
દવા છાંટીને એ માંકણ મારે,વરસાદથી બચે લઇ છત્રી
આધારની લીલા અવનીપરની,ના દેહને એ છોડવાની
                                         ………દુરબીન લઇને દુનીયા જુએ.
વિશાળ દુનીયા સૌને લાગે,પડે પરમાત્માની એક દ્રષ્ટિ
આકાશ પાતાળ ને ધરતી,એ જ અજર અમર છે સૃષ્ટિ
પાંદડું હાલે પ્રભુ કૃપાએ,ને પૃથ્વીએ સવાર સાંજ દેખાય
પરમાત્માને નાદીઠા કોઇએ,જગમાં અદભુત એ કહેવાય
                                        ………..દુરબીન લઇને દુનીયા જુએ.

================================

સુખની શોધ


                              સુખની શોધ

તાઃ૨૬/૯/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પુષ્પ પાંદડી શીતળ એવી,અવનવી સુગંધ આપી જાય
મળતી મનનેશાંન્તિ,જે ગુલાબ,મોગરો કે કેસુડો દઇજાય
                                      ………પુષ્પ પાંદડી શીતળ એવી.
લાગણી હેત એ મનથીઉભરે,ના જગે તેમાંથી છટકાય
સુખની સીધી રાહ મળે જીવને,જ્યાં ભક્તિ રાહ દેખાય
નિર્મળ મળે સંસાર દેહને,કદીના આવે ત્યાં કોઇ ઉચાટ
જીવન મહેંકે માનવીનું,ને પાંદડીએ સુગંધ પ્રસરીજાય
                                       ………પુષ્પ પાંદડી શીતળ એવી.
સુખ એતો ભગવાનની લીલા,દેહ થકી એ મળી જાય
માનવ મનને મળે  મુંઝવણ,દુઃખ ક્યાંથી આવી જાય
સમજણનો સહવાસ શોધતાં,માનવજીવન પુર્ણ થાય
સુખની શોધમાંજ કાયમ રહેતાં,માનવતા ચાલીજાય
                                        ………પુષ્પ પાંદડી શીતળ એવી.

+++++++++++++++++++++++++++++++

શું કરું?


                                શું કરુ?

તાઃ૨૫/૯/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગઇ માયાની સોટી,ટેકો સમજી ઝાલી લીધી
ડગલુ ભરતાં એક ના સમજાઇ,બીજે ટપલી ખાધી
                                    ……… મળી ગઇ માયાની સોટી.
કુદરતની આ કળા છે એવી,કળીયુગમાં મળી જાય
મનનીવાત મનમાંરહેતાં,ના કોઇથીએ કળી શકાય
સમજણ સીધી દુરજ રહેતાં,અધમ પધમ થઇજાય
વાતચીતની મુડી ખોતાં,મન મારું ઘરમાં અકળાય
                                …………મળી ગઇ માયાની સોટી.
જીવની જ્યોતને માણવા,ના કડી કોઇથી મેળવાય
અકળામણ જ્યાં આવે આંગણે,જીવન બગડી જાય
શું કરું શું કરુંની વિટંમણામાં,ભવ પણ ભડકી જાય
શાંન્ત મને વિચારકરતાં,અંતે ભક્તિપ્રેમ મેળવાય
                                    ……… મળી ગઇ માયાની સોટી.

=============================

મળેલ લકીર


                            મળેલ લકીર

તાઃ૨૪/૯/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવન ઉજ્વળ પ્રેમ ઝંખે,જીવ જ્યાં દેહમાં જકડાય
પામરદેહને સાચી રાહમળે,જે જન્મ સફળ કરીજાય
                                  …………જીવન ઉજ્વળ પ્રેમ ઝંખે.
મળતી મોહમાયા જગની,જ્યાં સગાંનેસંબંધી દેખાય
નિર્મળ દેખાતી આ દુનીયા,ભવોભવ મળતી જ જાય
મળે સંસ્કાર માબાપથી આદેહને,મનથી એ સમજાય
માન અને સન્માનસમજતાં,આજન્મ સફળ થઇ જાય
                                     ……….જીવન ઉજ્વળ પ્રેમ ઝંખે. 
લકીર જ્ઞાનની ગુરૂથી મળતાં,આદેહને દોર મળી જાય
ઉજ્વળ જીવન કૃપા એ પામતાં,ભક્તિ સંગ થઇ જાય
દેહ દાનવ પરખાતા દેહને,મુક્તિની લકીર મળી જાય
અંત નિર્મળમળે આજીવને,જે પ્રભુ કૃપાને પામી જાય
                                      ………. જીવન ઉજ્વળ પ્રેમ ઝંખે.

++=++==++===+==+==++=+===+++===+=