નવરાત્રીના ગરબા


નવરાત્રીના ગરબાનો આનંદ માણવા નીચેની વેબ સાઇટ પર
જશો તો ગરબાનો આનંદ અને પવિત્ર તહેવારની ગુજરાતી યાદ
જરૂર આવશે.
              www.rangilogujarat.com

ગુજરાતી ગરબા માણો.  પ્રદીપ બ્રહ્મભટ્ટ.  ૨/૧૦/૨૦૧૦.

હાથની પકડ


                           હાથની પકડ

તાઃ૨/૧૦/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં અડગ છે શ્રધ્ધા,ને મળે પ્રભુની કૃપા
જકડે હાથ જ્યાં કાયા,દેહ બની જાય કદરૂપા
                               ………મનમાં અડગ છે શ્રધ્ધા.
આંગળી એક દઇદે ટેકો,ને હાથ બને હથીયાર
બાળકનો આધાર બને,ને માનવીનો સથવાર
કલમપકડી આંગળીએ,ત્યાં દઇદે એ અણસાર
પકડહાથની એવીભઇ,કદીક મૃત્યુએ લઇ જાય
                                ………મનમાં અડગ છે શ્રધ્ધા.
સ્નેહની સાંકળ ન્યારી,ઉજ્વળજીવન કરી જાય
બને હાથ હથોડો જ્યારે,વ્યર્થ જીવન થઇ જાય
હાથ કદી હથીયાર બને,ને આંગળી એ સંગાથ
પ્રેમથી પકડેલ આંગળી,જન્મ સાર્થક કરી જાય
                                ……….મનમાં અડગ છે શ્રધ્ધા.

====++++=====++++=====++++===