માડીને ગરબે


                            માડીને ગરબે

તાઃ૧૦/૧૦/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુણલા તારા ગાવાની માડી, મને આદત પડી ગઇ
કૃપા પ્રેમની તારી દ્રષ્ટિએ,માડી જીંદગી સુધરી ગઇ
                                        …………ગુણલા તારા ગાવાની.
નવલી રાત નોરતાની જોતાં,તારા ગરબે ધુમતી થઇ
તારા પગલાં આંગણે પડતાં,માડી હુંતો રાજીરાજી થઇ 
                                  …….મા તારા હું ગરબા ગાતી થઇ.
રુમઝુમ તાલે ગરબા ધુમતાં,તારી માયા મળતી થઇ
કરુણાની માડી લહેર મળતાં,તારાશરણે હું આવી ગઇ  
                            ……….માડી તારા ગરબા ગાતી અહીં.
દાંડીયા રાસની રમઝટમાં,માડી તાલ હું દેતી આવી
સ્વીકારી મારી શ્રધ્ધાસાચી,ભક્તિ સંગે લઇને આવી
                              ………..માડી હું ગરબા રમવા લાગી.
નવરાત્રીની નવલી રાતે,માડી રમજે સંગે અમારી
ગરબે ધુમતી સૌ સહેલીને,મા શરણે લેજે સ્વીકારી
                              ………માડી છે વિનંતી એજ અમારી.
સ્વીકારજે માશ્રધ્ધાસાચી,ના મોહમાયા આકાયાને
દેજે પ્રેમની એકલકીર માડી,તારા ગુણલા ગાવાને
                                    ……… મા ગરબે ધુમતા રમવાને.

***********************************************