ગરબે આવ્યા


                              ગરબે આવ્યા

તાઃ૧૪/૧૦/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

નોરતાની નવલી રાત્રીએ,મા કાળકા ગરબે આવ્યા
આજે  મા અંબા મા ભવાની,મા દુર્ગાને સંગે લાવ્યા
                                   ………..નોરતાની નવલી રાત્રીએ.
ગરબે રમવા આવ્યા મા કાળકા,ગરબાના જોઇ તાલ
સહેલીઓનો સંગે લાવ્યા,ખોલવા આજ ભક્તિના દ્વાર
તાલીઓના તાલમાં રહીને,ગરબે ઘુમે છે નર ને નાર
કૃપા તારી મા પામવા કાજે,ઘુમતા હૈયે રાખીને હામ
                                     ……….નોરતાની નવલી રાત્રીએ.
કંકુ પગલા પાડજે માડી,વિનવે નવરાત્રીએ નરનાર
ભક્તિ મનથી કરતાં આજે,લાવ્યા ધુપદીપને સંગાથ
પાયલ નો ઝંકાર સાંભળી,મા કરજે તુ કરુણા અપાર
ગરબેરમવા આવ્યા નોરતે,કરજે મા જીવોનો ઉધ્ધાર
                                      ………નોરતાની નવલી રાત્રીએ.

===============================

ભક્તિની માયા


                            ભક્તિની માયા

તાઃ૧૪/૧૦/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા લાગી મને જલારામની,નાદેહને લોભ કે કોઇ મોહ
શરણું મારે તો સાંઇબાબાનુ,જે દેશે જીવને મુક્તિની દોર
                                     ……..માયા લાગી મને જલારામની.
ઉત્તર દક્ષીણ પુર્વ પશ્ચીમ,જગમાં ચારે દીશાઓ મેં દીઠી
ઉગમણી એ સુરજ ઉગે,ને આથમણી એ સુર્યાસ્ત થાય
ભક્તિની એક અજબ દિશા છે,ના જગે કોઇને સમજાય
મળી જાય કૃપાએ જીવને,તો ના દિશાની જરૂર જણાય
                                    ………માયા લાગી મને જલારામની.
ખોબેપાણીએ અર્ચના કરતાં,જીવનનો દરીયો આ તરાય
સાચાસંતનો સહવાસ મળતાં,કર્મો પાવનપણ થઇ જાય
પ્રભુકૃપા જ્યાં આવે બારણે,ત્યાં સત્કર્મો મનથી જ થાય
ભક્તિની માયા લાગતાં જીવને,કળીયુગની ભાગી જાય
                                     ………માયા લાગી મને જલારામની.

**+**+**+**+**+**+**+**+**+**+**+**+**