સમયની સોટી


                          સમયની સોટી

તાઃ૧૭/૧૦/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુનિયાના દસ્તુરમાં જ્યારે,મળી જાય તમારો સુર
સોપાનોની સરળતા જોતાં,હૈયે આનંદ છે અદભુત
                                ………..દુનિયાના દસ્તુરમાં જ્યારે.
સમયની સોટી પકડાય સમયે,તો તરાય આ સંસાર
મળે સ્નેહપ્રેમની હેલી જગે,જે માનવતાએ મેળવાય
મનમાં શ્રધ્ધા અડગ આવતા,સરળજીવન થઇ જાય
જીવન મળે ઉજ્વળ જગમાં,સમયે તમને એ દેખાય
                                 ………..દુનિયાના દસ્તુરમાં જ્યારે.
સમય પકડે દેહને જગતમાં,ના જીવથી એ પકડાય
જીવનો નાતો જગત પિતાથી,જે ભક્તિથી સમજાય
પડે સોટી જ્યાં પરમાત્માની,ત્યાં ના કોઇથી બચાય
સરળ જીવન મુક્તિ આપે,જે પ્રભુ કૃપાએ મળી જાય
                                   ……….દુનિયાના દસ્તુરમાં જ્યારે.

***********************************************

વિધીના વિધાન


                       વિધીના વિધાન

તાઃ૧૭/૧૦/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

લખેલા લેખ વિધીના,ના કોઇથીય એ ઓળંગાય
માનવીના મનની ગાથાને,પ્રભુ કૃપાએ સમજાય
                                        ……….લખેલા લેખ વિધીના.
મંગળફેરા ફરી લીધા ત્યાં,સંબંધના બંધન દેખાય
જીવન જીવવાની સાચી કેડી,સહવાસે મળી જાય
ભુલોથી ભરેલી આ સાંકળને,ના કોઇથીય છટકાય
દેહના બંધનનો શણગાર,સાચી ભક્તિએજ તોડાય
                                        ……….લખેલા લેખ વિધીના.
કરી લીધેલા કામ જીવે,દેહના બંધને જ સચવાય
મળશે માયા મોહ ભટકતાં,મેખ જેવા જગે કહેવાય
કલમ વિનાયકની ચાલતાં,દેહને બંધનો મળીજાય
ટળી શકેના લેખ લખેલા,ભક્તિએ પામર બનાવાય
                                          ………..લખેલા લેખ વિધીના.

+++++++++++++++++++++++++++++