જય જય જલારામ


 

 

 

 

 

 

 

                          જય જય જલારામ

તાઃ૨૮/૧૦/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ કરે જ્યાં મનથી,જગમાં વ્યાધીજ ના દેખાય
            શાંન્તિ મળતા મનને દેહે,સદા પ્રભુકૃપા મળી જાય
                                                એવી ભક્તિ જલારામની કહેવાય.
સુખદુઃખ તો સંસારની નદીઓ,જગતપર વહી જાય
           આવતા જીવને દેહ સ્વરૂપે,બાળપણથી એ લપટાય
ભક્તિએવી મનથીકરવી,જ્યાં પ્રભુરામ પણ મુંઝાય
           આવીઆંગણે ભીખ માગવા,ત્યાં ભાગવુ પડે તત્કાળ
                                                એવી ભક્તિ જલારામની કહેવાય.
પૃથ્વીપરનાસંબંધ નાછુટે કોઇથી,જે ભક્તિએ છોડાય
          વિરબાઇમાતાની શ્રધ્ધાએ તો,પરમાત્મા ભાગી જાય
જલારામની સેવા નિરાળી,મળ્યો વિરબાઇનો સંગાથ
         જન્મસફળ એ કરીગયા,ને દઈગયા ભક્તિના સોપાન
                                                એવી ભક્તિ જલારામની કહેવાય.
ના કદી રાખી કોઇ અપેક્ષા,કે મળ્યા કોઇ જગનામોહ
          અન્નદાનની સાચી ભાવનાએ,જીતી ગયા પ્રભુની પ્રીત
કુદરતના દરબારમાં જીવને,સંતોષ સદાય મળી જાય
          પ્રભુકૃપાના બારણા ધણા,જે સાચીશ્રધ્ધાએ જ ખોલાય
                                                 એવી ભક્તિ જલારામની કહેવાય.

===========================================
સંત પુજ્ય જલારામ બાપા તથા પુજ્ય વિરબાઇ માતાને હદયથી વંદન.
સેવક પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર,શકુબેન તથાપુ.સુરેશલાલ.
_________________________________________________

Advertisements