એક સમજ


                                 એક સમજ

તાઃ૨૯/૧૦/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજની તો લકીર છે નાની,જ્યાં પ્રેમ દીસે મળીજાય
સ્નેહની સમજ મનને પડતાં જ,સાચા પ્રેમને સમજાય
                                   ……….સમજની તો લકીર છે નાની.
ગોદમાં રમતા માતાની,બાળકને શીતળતા મળી જાય
આંખ ખોલતા ગાલે બચીકરીલે,એ માનો પ્રેમ સમજાય
ભીનામાંથી કોરામાં લાવે,આંખોમાં હર્ષના આંસુ દેખાય
સમજ પડે સંતાનને,કે આ પ્રેમ જન્મદાતાથીજ દેવાય
                                     ……….સમજની તો લકીર છે નાની.
બાલમંદીરથી બારાખડી મળે,ત્યાંજ ભણતરને સમજાય
એકડો બગડો આવડીજતાં,સોપાન ભણતરના મેળવાય
આવે ડીગ્રી હાથમાં સંતાનને,માબાપ અંતરથી હરખાય
સમજઆવે સંતાનને ત્યારે,ને જીવનની કેડી મળી જાય
                                       ………સમજની તો લકીર છે નાની.
માનવતાની મહેંક એવી  છે,જે જીવન ઉજ્વળ કરી જાય
આશીર્વાદની એક કડી મળતાં,ભાગ્યના દ્વાર ખુલી જાય
ભક્તિ પ્રેમ મળે જલાસાંઇથી,જે જન્મને સફળ કરી જાય
જીવને સમજપડે જ્યાંસાચી,ત્યાં જગે તકલીફો દુર થાય
                                      ………..સમજની તો લકીર છે નાની.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=