પવિત્ર દ્વાર
તાઃ૩૧/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભાતમાં બારણું ખોલતાં,સુર્યદેવના દર્શન થાય
ઉજ્વળ જીવન લાગે દેહે,જ્યાં સુર્ય કિરણ જોવાય
……….પ્રભાતમાં બારણું ખોલતાં.
પવિત્ર ધર્મ મળ્યો હિન્દુનો,સત્કર્મોથી જ મેળવાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુની ભક્તિ કરાય
અહંકાર અભિમાનને છોડી,માળા જલાસાંઇની થાય
સાચુ શરણું જીવનેમળતાં,સુર્યદેવનું આગમન થાય
………..પ્રભાતમાં બારણું ખોલતાં.
મળતાં પવિત્ર ધર્મ જીવને,ફરજ પવિત્રકર્મની થાય
સંસ્કાર એતો સોપાનસીધ્ધીના,આશીર્વાદે મળીજાય
સંતાનોને સાચી રાહ મળતાં,ધર્મ આપણો સચવાય
મળે ભક્તિ,પ્રેમ માનવતાનો,એ પવિત્રદ્વાર કહેવાય
…………પ્રભાતમાં બારણું ખોલતાં.
સંસારની સાંકળ છે નાની,પણ કોઇથીય ના તોડાય
મનથી કરતાં સાચી ભક્તિ,દેહને તેનાથી બચાવાય
નાતાકાત જગતના કોઇજીવની,કેતેનાથી બચીજાય
પ્રભુકૃપાએ શાંન્તિ આવેસાથે,દુઃખને હલવુ કરી જાય
………..પ્રભાતમાં બારણું ખોલતાં.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
Filed under: ભક્તિ કાવ્યો |
પ્રતિસાદ આપો