આગળ પાછળ


                           આગળ પાછળ

તાઃ૭/૧૧/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને સંબંધ તો આદેહથી,જે કર્મ બંધને મેળવાય
વર્તનનો સહવાસ અનેરો,આગળ પાછળથી દેખાય
                                 ………..જીવને સંબંધ તો આદેહથી.
કદમ માંડતાં જે વિચારે,તેને આવતીકાલ સમજાય
મળે શાંન્તિ અને સહવાસ,જ્યાં આગળનુ વિચારાય
આવેઆંગણે સંગાથસૌનો,જ્યાં જીવન ઉજ્વળ થાય
દ્રષ્ટિ સીધી એકરાખતાં,દેહથી સૌ સત્કર્મોને સહવાય
                                  ………..જીવને સંબંધ તો આદેહથી.
ગઇકાલના અનુભવે તો,આવતી કાલ સમજાઇ જાય
પાછળ કરેલી ભુલોને જોતાં,ના ફરી કદી એને કરાય
આગળ પાછળનો સહવાસ,એ સમજદારને સમજાય
કુદરતની કરામતએવી,જે સાચી બુધ્ધિએજમેળવાય
                                  …………જીવને સંબંધ તો આદેહથી.

================================

Advertisements