હાથની માળા


                      હાથની માળા

તાઃ૧૪/૧૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જ્યારે જ્યોત મળે,ત્યારે ભક્તિ મળી જાય
સાચી શ્રધ્ધા રાખતાંજ,હાથમાં માળા આવી જાય
                                ……….જીવને જ્યારે જ્યોત મળે.
માળાથીજ અણસાર મળે,ત્યાં કળીયુગ છુટી જાય
બંધ આંખે સ્મરણ કરતાં,મનને શાંન્તિ મળી જાય
જગના બંધન છુટવા લાગે,ભક્તિએ મન પરોવાય
જીવને દ્રષ્ટિ ભક્તિનીમળતાં,મોહમાયા ભાગી જાય
                                  ………..જીવને જ્યારે જ્યોત મળે.
સહવાસ મળતાં સંતનો,સાચીરાહ જીવને મળીજાય
મુક્તિનાદ્વાર ખોલવા લાગે,માળા જ્યાં હાથે લેવાય
શાંન્ત ચિત્તે ભજન કરતાં,પાવન આજન્મ થઇ જાય
મળી જાય છે કૃપા પ્રભુની,મળેલ જન્મ સાર્થક થાય
                                    ………..જીવને જ્યારે જ્યોત મળે.

###############################

Advertisements