મીઠી ભેંટ


                              મીઠી ભેંટ

તાઃ૨૭/૧૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માનવતાએ જગમાં,જ્યાં સાચા સ્નેહની વાત
આવી પ્રેમ મળે હૈયાથી જગે,એ મીઠી ભેંટની વાટ
                                  ………..મળે માનવતાએ જગમાં.
માયાને મુકી દે દ્વારે,ને લાવે સંગે પ્રેમનીજ જ્યોત
પગલેપગલે પાવનતા છે,ને લાગે ના જગના ખેલ
મળીજાય સહવાસ સંગે,ત્યાં આવે હળવો હૈયા પ્રેમ
એકબેનીના ચિંતાતેને,જેને મળીજાયછે શીતળસ્નેહ
                                  ……….. મળે માનવતાએ જગમાં.
કુદરતની આ લીલા અજાણી,ના મનથી સમજાય
મળતર ભણતરને સ્વીકારતા,પ્રેમજ પરખાઇ જાય
સ્વાર્થની સીડીને છોડતાદેહને,મીઠી ભેંટ મળી જાય
સફળતા આવે દોડીસામે,જેની અપેક્ષાય ના રખાય
                                   ………….મળે માનવતાએ જગમાં.

==============================

Advertisements