સ્વરની ઓળખ


                           સ્વરની ઓળખ

તાઃ૧૧/૧૨/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજુ વાગે બાજુ વાગે,ફુક મારો ત્યારે જોરથી વાગે
કર્ણ પકડે છે જ્યારે તેને,એતો મધુરસંગીત છે લાગે
                                         …………આજુ વાગે બાજુ વાગે.
શરણાઇનાએ સુર બને,લગ્નમંડપમાં એ જ્યારે વાગે
પ્રીતમ મળે જ્યાં ફેરાસાથે,જીવન ઉજ્વળ થતું લાગે
કુદરત કેરી મળતી માયા,મંગળફેરા એ ફરતી જ્યારે
સંભળાય સુર બંધનના,જે શરણાઇ સાંભળતા નચાવે
                                               ………આજુ વાગે બાજુ વાગે.
વાંસળી વાલમ વગાડે,ત્યારે પ્રીતડી પ્રેમની ઉભરાય
નિર્મળ પ્રેમ મળતો દેખાય,જ્યાં મનડાને મુકી દેવાય
ઉજ્વળ સ્નેહનીસાંકળ પકડતાં,અંતર પ્રેમને મેળવાય
સુરને સરગમના બંધન એવા,જે અંતરમાં ઉતરી જાય
                                                ……….આજુ વાગે બાજુ વાગે.

+++++++++++++++++++++++++++++++++