પ્રેમની અસર


                         પ્રેમની અસર

તાઃ૧૫/૧૨/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતાં તારો પ્રેમ જીવનમાં,માયા ભાગી જ ગઈ
નિરાંતની એક સીડી મળતાં,જીંદગી નિર્મળ થઈ
                             ……….મળતાં તારો પ્રેમ જીવનમાં.
સમજના જ્યાં દ્વાર ખુલ્યા,ત્યાં મતી સુધરી ગઈ
સહવાસની સાચીરાહ શોધતા,આંગળીઝલાઇગઈ
                              ……….મળતાં તારો પ્રેમ જીવનમાં.
મનને તો મળેલી માયા,જે આતુટ આતુટ છે લાગે
શ્રધ્ધાશોધવા નીકળેલ મન,અહીંતહીં ભટકી ભાગે
                              ……….મળતાં તારો પ્રેમ જીવનમાં.
લટક મટકતી આદુનીયા,ઉંમરે તો દેખાઇજ ગઈ
મર્કટ મનને રોકે નાકોઇ,તારા સાથથી બચી ગઈ
                               ………મળતાં તારો પ્રેમ જીવનમાં.
એકનજર પડી મારાપર,મને શીતળતા લાગી ગઈ
આવીઆંગણે દ્વારખોલતાં,મારીજીંદગી સુધરી ગઈ
                               ………મળતાં તારો પ્રેમ જીવનમાં.

==============================