લંગડાની લાત


                          લંગડાની લાત

તાઃ૧૮/૧૨/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

લંગડો મારે જ્યાં લાત તમને,ત્યાં યાદ આવે ભાત
એક પગની ઓછીપડે,પણ લંગડાની બેપગની એક
                 ……….. લંગડો મારે જ્યાં લાત તમને.
તારું મારું જ્યાં સમજીએ,ત્યાં ના ભાર પડે કંઇ બહુ
આપણુ કહેતા જગતમાં,હાથે હાથ મળી જાયછે સૌ
મનથી કરેલ કામમાં,સફળતાનો મળીજાય છે સાથ
સમય સાથે ચાલે ધીમો,નેમળે મનને શાંન્તિનાસુર
                             …………લંગડો મારે જ્યાં લાત તમને.
એક ભાવના એકશ્રધ્ધા,ને એક ભક્તિની લીધી દોર
મનનેમળે શાંન્તિમાગેલી,જ્યાં પરમાત્મા આવે રોજ
જન્મસફળ જીવનો થાય,ને મોહમાયા ના આવે દ્વાર
હાથજોડતા મનથીપ્રભુને,સાર્થકભક્તિ આ થઈ જાય
                                 ………..લંગડો મારે જ્યાં લાત તમને.

+++++++++++++++++++++++++++++++++