પુણ્યનું પારણુ


                          પુણ્યનું પારણુ

તાઃ૧૯/૧૨/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહની અજબલીલા,ના સમજાય આમ તેમ
મળે સાચી રાહ જીવનને,ત્યાં મળી જાય પ્રભુ પ્રેમ
                                 ………… માનવદેહની અજબલીલા.
બાળક દેહની નિર્મળતાને,માની પ્રીતથી પરખાય
ધોડીયાના ગુણલા મેળવતા,દેહને ઉંઘ આવી જાય
ઉંમરની સીડી પકડતાં દેહથી,બાળપણ છટકી જાય 
જુવાનીનો શ્વાસ મળતાં,જીવને સમજણ મળી જાય
                                     ………..માનવદેહની અજબલીલા.
આધી વ્યાધી ઉપાધી જગમાં,જ્યાં દેહથી ઓળખાય
સમજણ સાચી આવીજાય,ત્યાં પુણ્યની કેડી પકડાય
મોહમાયાથી છટકી લેવા,દેહે પુણ્યનુ બારણુ શોધાય
મળી જાય ભક્તિ સાચી,ત્યાં પુણ્યના પારણે ઝુલાય
                                      ………..માનવદેહની અજબલીલા.

++++++++++++++++++++++++++++++