આંખની ભીનાશ


                        આંખની ભીનાશ

તાઃ૨૧/૧૨/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહને મળેલ માનવતામાં,સમય સમય સચવાય
પ્રેમની પાવક જ્વાળા મળતાં,આંખો ભીની થાય
                               ………..દેહને મળેલ માનવતામાં.
કદીક મળે સહવાસ કોઇનો,ને કદીક મળે છે સાથ
માનવીની માનવતા દઈને,દેહને મળેછે એક દ્વાર
મળે અજાણતાની કેડી દેહે,જે ધીમે ધીમે સમજાય
પકડાયેલ આંગળીથીજ,મળીજાય આંખોને ભીનાશ
                                   ……….દેહને મળેલ માનવતામાં.
સમજણની સીડી પકડાતા,મળે જીવનમાં અણસાર
શ્રધ્ધા રાખી મનથી વિચારી,કદક કદમને સચવાય
સાથ અને સહવાસની કેડીએ,પાવનરાહ મળી જાય
આનંદની મળતી રાહે દેહની,આંખો ભીની થઈ જાય
                                    ………..દેહને મળેલ માનવતામાં.

===============================