મળતી લહેર


                         મળતી લહેર

તાઃ૨૨/૧૨/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્ધન ને ધનવાન જગતમાં,આઘા પાછા થાય
કળીયુગી સહવાસમાં,ભગવાન પણ મુંઝાઇ જાય
                           ……….નિર્ધન ને ધનવાન જગતમાં.
પ્રેમની કેડી મળે હૈયે થી,નિર્મળતા મળતી થાય
પિતા પ્રેમની જ્યોત મળતા,જીવન ઉજ્વળથાય
મળે સંસ્કાર માતાના દેહ ને,ભક્તિ માર્ગ ખોલાય
મળેલહેર જ્યાં પ્રેમની,ત્યાં સાર્થક જન્મ થઈજાય
                           ……….નિર્ધન ને ધનવાન જગતમાં.
નિર્મળ દેખાતા જગતમાં,જન્મે જીવ છે  ભટકાય
માયામોહના બંધન વળગે,વ્યાધીઓ આવીજાય
એકછુટતાં બીજી સંગ લે,એ ઝંઝટ વળગતી જાય
મહેરથાય જો પરમાત્માની,આલહેર બદલાઈજાય
                         ………..નિર્ધન ને ધનવાન જગતમાં.

*********************************************