સમયનું રોકાણ


                              સમયનું રોકાણ

તાઃ૨૪/૧૨/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગિરધારીની આ અજબ લીલા,જે સમય સમયે સમજાય
સમયનીસીડી દેવા કાજે,ગિરી ધારતા ગિરધારી કહેવાય
                                      ………..ગિરધારીની આ અજબ લીલા.
બાળપણે આંખ બંધ કરી,ખોળામાં સ્વર્ગીય સુખ મેળવાય
માના હેતનીવર્ષા વરસેદેહે,જ્યાંસુધી બાળક તે સમજાય
બાળક દેહની અપેક્ષા એટલી,કે દેહની ઉંમરના વધીજાય
સમય રોકાઇજાયતો દેહને,માતાનો સાચોપ્રેમ મળતોજાય
                                     ………..ગિરધારીની આ અજબ લીલા.
જુવાનીના જોશમાં રમતાસૌને,ખેલદીલીમાં મન પરોવાય
સાચીરીતથી રમતનેમાણતાં,શરીર પણ સચવાઇ જ જાય
સમય થોડો જો રોકાઇજાય તો,રમવાની હિંમત વધી જાય
સંધ્યાકાલના વાદળનેજોતાં,રમતવીરોના દીલ દુભાઇજાય
                                      ………..ગિરધારીની આ અજબ લીલા.
બારણુ ખખડે ધડપણનું જ્યાં દેહે,ત્યાં હિંમતને ત્યજી દેવાય
ટેકો લેતા લાકડીનો દેહે,માણસને બહુ લાંબી જીંદગી દેખાય
ખાવાપિવાની વ્યાધીના દુઃખેતો,જીવનથીય એકંટાળી જાય
વીતે સમય જલ્દીજગતમાં,તેવી ઇચ્છા મનથીસદાય થાય
                                      …………ગિરધારીની આ અજબ લીલા.

==================================