ગુજરાતી પ્રેમ


                               ગુજરાતી પ્રેમ

તાઃ૨૯/૧૨/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાન્તીભાઇ કહે કેમ છો,ને ભોગીભાઇ તો છે ભાવનાવાળા
સતીશભાઇનો સાગર પ્રેમ,ને મણીભાઇ મધુરવાણીવાળા
એવા આ ગુજરાતી ભઈ સારા,દઈદે પ્રેમ માગતા પહેલા

જીભ દીધી છે પરમાત્માએ,ને સાથે મન વચન ને વાણી
જન્મ લેતા સાથેજ આવે,ક્યાં વપરાય નાકોઇએ તે જાણી
શીતળતાનો સહવાસ કુટુંબમાં,ને ભાઇ ભાંડુમાં અતિ પ્રેમ
પળપળ પ્રેમને સાથેરાખી,સુખદુઃખમાં સાથે રહેછે હેમખેમ
એવી નિર્મળ ભાવના રાખી,ગુજરાતીજ જગમાં જીવે એમ
એવા આ ગુજરાતી ભઈ સારા,દઈદે  માગતા પહેલા પ્રેમ

મધુર મીઠી ભાષાઅમારી,શબ્દે શબ્દમાં મળીજાય છે સુર
ૐ શબ્દથી પ્રેમ ઉભરે હૈયે,જે દઈદે જીવને ભક્તિ ભરપુર
માનવતાને માણતા જીવો,સંગે રહેવા નારહે કોઇથીએ દુર
કૃપાના વાદળ હમેશાં વહે,ને સંત સહવાસે ખુલે ભક્તિદ્વાર
મુંઝવણ ભાગે આવતાપહેલાં,ને જીવનેશાંન્તિ પળપળથાય
એવા આ ગુજરાતી ભઈ સારા,જીવનોજન્મ સાર્થક કરીજાય

******************************************************