એકલવાયું


                        એકલવાયું

તાઃ૧૯/૧/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળતાં સંબંધની કેડી,મળી મને ભઈ ન્યારી
પ્રેમની ઝીણી સાંકળ એવી,લાવેએ જીવને તાણી
                              ……….. દેહ મળતાં સંબંધની કેડી.
અનહદ મળીજાય પ્રેમ તો,ના કોઇથી છુપાવાય
ઉભરો આવે એવો દેહ પર,જે ના કોઇથી ઉંચકાય
સુખદુઃખમાં મળે સંગાથ,ત્યાં શીતળતા મેળવાય
જીવનમાં ના પકડે હાથ,દેહે એકલવાયું સહેવાય
                                   ……….દેહ મળતાં સંબંધની કેડી.
નિર્મળતાનો સાથ મળે તો,પ્રીત પણ પાવન થાય
સાચો સ્નેહ ના સંગાથીનો,જે મિત્રો જ આપી જાય
ભાગે એકલતા દુરદેહથી,સ્નેહની સાંકળ મળી જાય
જીવન ઉજ્વળ લાગે,ને માનવતાય વરસતી થાય
                                    ……….દેહ મળતાં સંબંધની કેડી.

===============================

ગામડાની પ્રીત


                           ગામડાની પ્રીત

તાઃ૧૭/૧/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

મને વ્હાલુ આણંદ ગામ,જ્યાંથી મળ્યુ પ્રદીપ મને નામ
પાવન પ્રેમને પામી લેતાં,જીવનમાં મળી ગયુ સુખધામ
                                          ………..મને વ્હાલુ આણંદ ગામ.
પાપા પગલી પહેલી ભરતાં,આંગળી મારી પકડી લેતા
પ્રેમની વર્ષા વરસી જાતાં,જીવને શાંન્તિય મળી રહેતા
ઉજ્વળ જીવન દેહનેમળતાં,અંતરથી માબાપ હરખાતા
શીતળતાના સહવાસમાં જાતાં,પ્રેમ હૈયેથી જ ઉભરાતા
                                            ………… મને વ્હાલુ આણંદ ગામ.
બાળપણની કેડી માનવતાની,ઉજ્વળ જીવનજીવાડનારી
સંસ્કારની સાચી રાહની સંગે,ભણતરથી છે પ્રીત બંધાણી
ધરતીની રજકણની કિંમત,નિર્મળ જીવનથી જ મેં જાણી
ગામડાની ભઈ પ્રીત સાચી,જે જગતના જીવોથી વંચાણી
                                               …………મને વ્હાલુ આણંદ ગામ.

*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*

રામનામનુ રટણ


                          રામનામનું રટણ

તાઃ૧૬/૧/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામનુ રટણ કરતાં,દેહથી ભક્તિ પાવન થઈ
રામસીતાનું સ્મરણ કરતાં,આજીંદગી સુધરી ગઈ
                                  …………રામનામનુ રટણ કરતાં.
ઉજ્વળ સવાર મેં લીધી,જે જલાસાંઇ કૄપાએ દીધી
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,મને શાંન્તિ માણી લીધી
                                  …………રામનામનુ રટણ કરતાં.
સવારના શીતળ વાયરે,મેંતો પુંજન અર્ચના દીધી
કંકુ ચોખા હાથમાં લઈને,સુર્યદેવની આશીશ લીધી
                                   ………..રામનામનુ રટણ કરતાં.
જલારામે ભક્તિ રાહ દીધી,ને સાંઇબાબાએ શ્રધ્ધા
સંત જલાસાંઇ એ અવની પર,મુક્તિ રાહ બતાવી
                                   ………..રામનામનુ રટણ કરતાં.
ઉજ્વળ જીવન ભક્તિએ મળે,જ્યાં માયા ભાગે દુર
સહવાસની થોડી લકીરદેવા,મોહબતાવે એ ભરપુર
                                   …………રામનામનુ રટણ કરતાં.
ભક્તિની જ્યાં ટેક અતુટ છે,ના સ્પર્શ મળે લગીર
પાવનકર્મ થઈ જતાં,આ જીવને મુક્તિ મળે જરૂર
                                  ………….રામનામનુ રટણ કરતાં.

###############################

તારણહારી


                             તારણહારી

તાઃ૧૫/૧/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અખીલ વિશ્વના તારણહારી,ગૌરીશ્વર હે જગતવિહારી
કરુણાસાગર પાલનહારી,જગતપિતાની આ બલિહારી
                                  ………..અખીલ વિશ્વના તારણહારી.
ભોલેનાથ છો અનંતવ્યાપી,જીવો પરછે દ્રષ્ટિ તમારી
મુક્તિતણા છો સંગાથી,કરુણા તમારી જગમાં વ્યાપી
ભક્તિ કેરા એકજ તાંતણે,સ્વર્ગરાહ મળે જીવને ચાહી
મળે રાહ જો જીવનેસાચો,જીવનો જન્મસફળ કરનારી
                                 ………….અખીલ વિશ્વના તારણહારી.
ગંગાધારી છે અવિનાશી,ગળે સર્પમાળ પણ વિષધારી
ત્રિશુલ હાથમાં રક્ષણ કાજે,ભુતપલીતને ભાગતાં રાખી
ચંન્દ્ર શીરે છે શીતળતા સંગે,ભક્તો પર રહે કૃપા છાજે
ભોલેનાથની અજબશક્તિ,મળી જાય જ્યાં સાચીભક્તિ
                                   ………….અખીલ વિશ્વના તારણહારી.

==++++++++++++++++++++++++++++==

ઉંમર ચાલે


                         ઉંમર ચાલે

તાઃ૧૩/૧/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉંમર મારી આગળ ચાલે,ના પાછળ વળીએ જુએ
અટકીજાય જો એકપળ એ,તો જીવ દેહ છોડી હાલે
                                 ………..ઉંમર મારી આગળ ચાલે.
મળતા જીવને દેહ જગે,ત્યારથી ઉંમર મળી જાય
દ્રષ્ટિ પડતાં દેહની દેહ પર,ત્યાં અવતરણ દેખાય
જન્મનો સીધો સંબંધ મૃત્યુથી,જે ઉંમરે અનુભવાય
ઉંમર કદીના પાછળ જુએ,જે સમયથી ચાલી જાય
                                  ………..ઉંમર મારી આગળ ચાલે.
ના અટકાવે સાધુ સંત,કે ના પ્રભુનો માનવ જન્મ
અંત તેનો ઉજ્વળ છે,જેનું ભક્તિએ જીવન સંધાય
જીવને શાંન્તિમળે ઝડપથી,સ્વર્ગનાદ્વાર ખુલી જાય
આજને સંબંધ આવતી કાલથી,ઉંમર ચાલીજ જાય
                                      ………..ઉંમર મારી આગળ ચાલે.

==============================

દર્દ મળે,મટે.


                              દર્દ મળે

તાઃ૧૨/૧/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મનને થાય જ્યાં ચાટા,ત્યાં શોધે જ્યાં ત્યાંએ વાટા
કળીયુગની પકડે એ થાળી,મળે ત્યાં દેહને નામાગી
                                       ………..મનને થાય જ્યાં ચાટા.
લાઇટ કરતાં જ્યાં પ્રકાશ મળે,ને જતાં મળે અંધકાર
સાધન વગર ના ડૉક્ટર બોલે,શું થાય તમને લગાર
આડું અવળુ શોખથી ખાતા,મળીજાય દેહે દર્દ અપાર
ના માગુ તકલીફ કોઇ દેહની,આવી ખખડાવે એ દ્વાર
                                      ………..મનને થાય જ્યાં ચાટા.
સમજુ કે મેં તાજુ જ ખાધું,ના વાંચી એક્સ્પાયર ડેટ
પેટ તો છે ના ભઈ પારકુ,ઉજાગરા રાતદીન અનેક
દવાદારૂની વળગે માળા,ત્યાં છુટે હાથથી આ કાયા
પેની એક બચાવતા અહીં,આખો ડૉલર ખોવાઇજાય
                                    ………….મનને થાય જ્યાં ચાટા.

જેમ દેખાવમાં દર્દ મળે તેમ સમજણથી જીવતા દર્દ મટે.

                                  દર્દ મટે

ડગલું ભરતાં વિચારએ,ને સમજીને એક પગલુ ભરાય
ભક્તિની કેડી સંગે રાખતાં,કૃપાએ જીવન ઉજ્વળ થાય
                                           …………ડગલું ભરતાં વિચારએ.
સુર્યોદયનું પહેલુ કીરણ,જ્યાં માનવદેહે સ્પર્શ દેતુ જાય
આરોગ્યની મળેજ કેડી દેહને,ના ખર્ચ દવામાં કોઇ થાય
સત્વીકભોજન ઘરમાં થતાં,મહેનતની દમડી નાખોવાય
મળે ના દર્દ દેહને કોઇ,કે મટાડવા કોઇ તિજોરી ખોલાય
                                             ………..ડગલું ભરતાં વિચારએ.
દેખાવની આકળીયુગી દુનીયા,ના કોઇને અહીંતો છોડે
બચીજવાને કાજે માનવી,આજે ભક્તિદોરને સંગે જકડે
સાચી સેવા જલાસાંઇની કરતાં,પાવન જીવન છે મળે
મળેલ દેહને દર્દ જગતનાં,જે તેમની સેવા કૃપાએ મટે
                                          ………..ડગલું ભરતાં વિચારએ.

===============================

ગુણગાનની પ્રીત


 

  

 

 

 

 

 

                       ગુણગાનની પ્રીત

તાઃ૧૧/૧/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગજાનંદના ગુણગાન ગાતાં,હૈયે અનંત આનંદ થાય
મંગળવારની શાંત પ્રભાતે,મારું જીવન ઉજ્વળ થાય
                                  ………..ગણેશજીની ભક્તિ પ્રેમે થાય.
પ્રભાતના પહેલા સુર્ય કિરણે,ગંગાજળથી અર્ચના થાય
કંકુ ચોખાથી વધાવી શ્રી ગણેશજીને,ધુપ દીપથી પુંજાય
માયા મોહના બંધન તુટતાં,દેહથી કર્મ સાર્થક પણ થાય
ગજાનંદની એક દ્રષ્ટિએ,પ્રદીપનો જન્મ સફળ થઇ જાય
                                   ………..ગણેશજીની ભક્તિ પ્રેમે થાય.
ૐ ગં ગણપતયે નમઃ શબ્દથીજ,ઘર પાવન થઈ જાય
ભોળાનાથની કૃપા વરસતાં,જીવના મુક્તિ દ્વાર ખોલાય
માતા પાર્વતીનોપ્રેમ વરસતા,સૌ રાહ પાવન મેળવાય
આશીર્વાદની પળ સચવાતા,આ જન્મ સફળ થઈ જાય
                                    ………..ગણેશજીની ભક્તિ પ્રેમે થાય.

===========**************===========