મળેલ સંબંધ


                       મળેલ સંબંધ

તાઃ૩/૧/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મૃત્યુ સૌ કોઇ માણે,ના જાણે એ સહવાસ
કુદરતની આ એક લીલા,જે સંબંધથી મેળવાય
                                   ……..જન્મ મૃત્યુ સૌ કોઇ માણે.
જન્મનુ બંધન દેહ જાણે,જે કર્મનું બંધન કહેવાય
મળે માનવદેહ જીવને,જે સત્કર્મોથીજ ઓળખાય
માનવતાનીમહેંક મળતાંજ,જીવનો ઉધ્ધાર થાય
મુક્તિકેરા દ્વાર ખુલતાં,જીવથી પ્રભુ પ્રેમ મેળવાય
                                     ……..જન્મ મૃત્યુ સૌ કોઇ માણે.
પ્રાણી પશુનો દેહ મળતાં,અહીં તહીં દેહ ભટકાય
ભુખ તરસને મેળવતાં,જગમાં આધારને શોધાય
કેવી કરૂણતા આ દેહની,ના જાગૃત કદી રહેવાય
સહવાસ મળતા શાંન્તિમળે,જે દેહ છુટતાં દેખાય
                                       ……..જન્મ મૃત્યુ સૌ કોઇ માણે.

==============================