વિરપુરના જલારામ


 

 

 

 

 

 

 

 

                   વિરપુરના જલારામ

તાઃ૬/૧/૨૦૧૧                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ વિરપુરના જલારામ,તમારી શ્રધ્ધાતો અપરંપાર
તમે ઉજ્વળ કર્યો અવતાર,લઈ વિરબાઇમાનો સાથ
                                      ………..ઓ વિરપુરના જલારામ.
અન્નદાનની કેડી બતાવી,તમે દીધો જીવનમાં સંકેત
લગની લગાવી ભક્તિની,ત્યાંમળી ગયો પ્રભુનો પ્રેમ
ઉજ્વળ કુળને રાહમળી,ને પાવન વિરપુર ભુમીબની
મહેનત સંગે ભક્તિ કરતાં,પ્રભુને ભીખ માગવી પડી
                                     …………ઓ વિરપુરના જલારામ.
સુખદુઃખ તો સંસારની કેડી,ના કોઇથી એઆધી જાતી
કુટુંબના સહવાસમાં,જીવને પાવન કર્મો કરવાપડતા
આવી આંગણે ભીખ માગે,ના કોઇને કોઇએ ઓળખ્યા
મુક્તિદ્વારને ખોલતા જીવો,સ્વર્ગના સુખનેમાણી લેતા
                                       …………ઓ વિરપુરના જલારામ.

**************************************