સાચુંખોટું


                        સાચુંખોટું

તાઃ૮/૧/૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ કહે હું સાચો છું,ને કોણ કહે છે હું ખોટો
જગમાં આવું જ ચાલેછે,ના કોઇ તેનો તોટો
                    ………..અરે ભઈ કોણ કહે હું સાચો.
કદીક સમય આવે તો,હું જુઠાને પકડી દોડું
મળે સમય જોથોડો,ત્યાંતો સાચીરાહ પકડુ
ના સહારો જીવનમાં,ત્યાં પારકી રાહ જોવું
મળતી તકલીફો વધારે,હું ખોટી રાહને છોડું
                      ……….અરે ભઈ કોણ કહે હું સાચો.
મળેલ લેખ નાવાંચુ,જ્યાં ભક્તિને નાજાણું
અહીં તહીંની ભટકણમાં,વ્યર્થ જીવન હું કરું
માર્ગની મોકળાશમાં,તોસાચુખોટું ના સમજુ
અંત આવતા દેહનો,હું સ્વર્ગનર્ક ના પારખુ.
                      ………..અરે ભઈ કોણ કહે હું સાચો.

=============================