ગામડાની પ્રીત


                           ગામડાની પ્રીત

તાઃ૧૭/૧/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

મને વ્હાલુ આણંદ ગામ,જ્યાંથી મળ્યુ પ્રદીપ મને નામ
પાવન પ્રેમને પામી લેતાં,જીવનમાં મળી ગયુ સુખધામ
                                          ………..મને વ્હાલુ આણંદ ગામ.
પાપા પગલી પહેલી ભરતાં,આંગળી મારી પકડી લેતા
પ્રેમની વર્ષા વરસી જાતાં,જીવને શાંન્તિય મળી રહેતા
ઉજ્વળ જીવન દેહનેમળતાં,અંતરથી માબાપ હરખાતા
શીતળતાના સહવાસમાં જાતાં,પ્રેમ હૈયેથી જ ઉભરાતા
                                            ………… મને વ્હાલુ આણંદ ગામ.
બાળપણની કેડી માનવતાની,ઉજ્વળ જીવનજીવાડનારી
સંસ્કારની સાચી રાહની સંગે,ભણતરથી છે પ્રીત બંધાણી
ધરતીની રજકણની કિંમત,નિર્મળ જીવનથી જ મેં જાણી
ગામડાની ભઈ પ્રીત સાચી,જે જગતના જીવોથી વંચાણી
                                               …………મને વ્હાલુ આણંદ ગામ.

*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*