મારૂ કોણ?
તાઃ૨/૨/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખ સંગે ચાલે દેહને,ના કોઇથીય એ છોડાય
મારુતારુ દેહને મળતાં,જીવને જન્મ મરણ બંધાય
………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
જીવને બંધન કર્મના છે,ને દેહને મળી જાય સંબંધ
સાચવીલેતા બંધનને,જીવનો જન્મ સફળપણથાય
………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
બાળપણની શીતળતા જોવા,માતાની માયા થાય
પારણે ઝુલતા સંતાને,માતાના હૈયા પણ ઉભરાય
………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
સમય સંગે ચાલતા દેહે,મન બુધ્ધિથી જ સચવાય
સાચવી ચાલતા જીવનમાં,સફળતાને ય સહવાય
………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
કેડી જીવનની નિર્મળ છે,જ્યાં ભક્તિનો સંગ થાય
આજકાલની ચિંતા છુટતાં,જીવનમાં જ્યોત થાય
………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
પ્રદીપ કહે આ મારું છે,ને ઘડીકમાં કહે આ તારું
મારુંતારુંની માયા છુટે,જ્યાં મોહમાયા છુટીજાય
………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
++++++++++++++++++++++++++++++++++
Filed under: ચિઁતન કાવ્યો | Leave a comment »