વિનંતી


                           વિનંતી

તાઃ૩૧/૩/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુ વિનંતી માબાપને,દેજો અવનીએ માનવજન્મ
સફળ કરવા જીવનસોપાન,દેજો જલાસાંઇ સતકર્મ
                                    …………..કરુ વિનંતી માબાપને.
કરુ વિનંતી ભાઇબહેનને,દેજો સુખદુઃખમાં અણસાર
રહી સંગે તમારે મનથી,આંગળી છોડુ ના પળવાર
નિર્મળ રાખતામનને મારું,સદા પકડી રાખુ સંસ્કાર
અડધીરાતે મળતા અણસારથી,આવુ હું તમારે દ્વાર
                                     …………..કરુ વિનંતી માબાપને.
કરુ વિનંતી જલાસાંઇને,મળે જીવને સત્કર્મનો સંગ
ભક્તિદેજો અમને ભરપુર,રહે માયાથી આજીવો દુર
માનવ મનથી થાય ભુલ,સુધારવા દેજો થોડી ધુળ
દેજો સત્કર્મની કેડીજીવને,જન્મથી જીવ રહે આ દુર
                                    ……………કરુ વિનંતી માબાપને.

++++++++++++++++++++++++++++++

જીત


                                 જીત

તાઃ૩૦/૩/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્ધન એ ધનવાન બને,ને શ્રધ્ધાએ જીત થાય
મળીજાય જીવનમાં શાન,જ્યાં મનથી કામથાય
                              …………નિર્ધન એ ધનવાન બને.
મનથી કરેલ મહેનત સાચી,સ્નેહ પ્રસરાવી જાય
ઉજ્વળતા આવે આંગણે,જ્યાં ખેલદીલી સહવાય
મહેનતને ના સંગ મોહનો,કે જે દેહને જકડી જાય
મળીજાય સફળતા જગમાં,જ્યાં શ્રધ્ધાએ ખેલાય
                               ………….નિર્ધન એ ધનવાન બને.
ભાવના મનથી રાખીને,સોપાન જગતમાં ચઢાય
મળે સાચીરીત જીવનની,જે પ્રભુકૃપાએ મેળવાય
દીલનો દરીયો ઉભરે ત્યારે,જ્યાં સફળતા દેખાય
આવે પ્રેમનીનદી ગૃહ દ્વારે,જીવ જગતમાં હરખાય
                               ………….નિર્ધન એ ધનવાન બને.

==============================

દરીયાદીલ


                           દરીયાદીલ

તાઃ૨૯/૩/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીલ રાખુ જો દરીયા જેવું,ના કળીયુગમાં સમજાય
કઈ નદીનુપાણી છે કેવું,ટપલીએ જીવ ભટકી જાય
                                 ……….. દીલ રાખુ જો દરીયા જેવું.
મોહ મોટો જોઇને હૈયુ,અહીં તહીં ચુંગલમાંએ ફસાય
છટકવાનીએ બારી શોધતાં,બહુ મુંઝવણ વધી જાય
સાગર જેટલો સ્નેહ વહેંચતા,મારુંમન આફતે ઘેરાય
લફરાની તો લાઇન લાગે,ના તેમાંથી મુક્ત થવાય
                               …………..દીલ રાખુ જો દરીયા જેવું.
વહેણસાચુ એક મળે નદીનું,જીવનઅમૃત બનીજાય
વિશાળતાની દ્રષ્ટિછોડતાં,મળેલજન્મ સફળ દેખાય
મુક્તિ કેરા માર્ગને લેવા,ના દીલ દરીયો બનાવાય
ભક્તિભાવની એકનદી મેળવતાં,જીવનજીવીજવાય
                                ……………દીલ રાખુ જો દરીયા જેવું.

================================

દશાબ્દીનો ડંકો


                            દશાબ્દીનો ડંકો

તાઃ૧૨/૩/૨૦૧૧      (આણંદ)          પ્રદીપ બ્રહ્મભટ્ટ

દશાબ્દીનો ડંકો વાગતાં ભઈ,સર્જકની ભાવના મળી ગઈ
સાહિત્યના સહવાસીઓથીતો,હ્યુસ્ટનની કીર્તી પ્રસરી ગઈ
                                   …………..દશાબ્દીનો ડંકો વાગતાં ભઈ.
દેવિકાબેને દોર પકડીલીધી,ને રશેસ દલાલે દીધો સાથ
મળતાં હૈયા લેખકોના સંગે,ઉજ્વળ થયો દશાબ્દી નાદ
પાયો પકડ્યો પ્રશાન્તભાઇ એ,ને સુમનભાઇ એ સુકાન
વિજયભાઇની વહેતી ધારાએ,દીધા નિવૃતિને સન્માન
                                  …………..દશાબ્દીનો ડંકો વાગતાં ભઈ.
મુકુન્દભાઇએ કલા દર્શાવી,નાટકે સ્ટેજ શોભાવ્યુ આજ
સંગીતનાસુરો પકડીને,દીધો મનોજ મહેતાએ કર્ણનાદ
વિશ્વદીપભાઇએ ટકુકોદીધો,ભારતથીમળીગયો એસાદ
પ્રદીપને હૈયે હતો આનંદઅનેરો,ના ભુલીશકે કોઇ વાર
                                …………..દશાબ્દીનો ડંકો વાગતાં ભઈ.

+++++++++++++++++++++++++++++++++++
                 હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સીવીક સેંન્ટરમાં હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરીતાએ દશાબ્દીની ઉજવણી નિમીત્તે તાઃ૧૨/૩/૨૦૧૧ના રોજ કાર્યક્રમ રાખેલ તે કાર્યક્રમમાં સંજોગો વસાત ભારત હોવાથી હાજર રહી શક્યો ન હતો.મને શ્રધ્ધા હતી તે પ્રમાણે ઘણી જ સારી રીતે કાર્યક્રમ થયો તે મારી યાદ માટે લખ્યો છે.મારા સૌ સર્જકોને જય જય ગરવી ગુજરાત અને આપણે સૌ રંગીલો ગુજરાત.                    લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ચોકીદાર                                ચોકીદાર

તાઃ૧૧/૩/૨૦૧૧        (આણંદ)        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના ડંડાને હાથમાં રાખે,કે ના કરે કોઇનેય એ ફોન
એક નજર પડતાં ચોર પર,ભાગીજ જાય સૌ દુર
એવા વીર હનુમાનજી,નિત્ય ભક્તિમાં રહે ચકચુર
                                  ………….ના ડંડાને હાથમાં રાખે.
નિત્ય સવારે સુરજ જોતાં,એ જાગી જાય તત્કાળ
બારીઆવી નજર કરે જ્યાં,થઈ જાય સૌ સુનમુન
દ્રષ્ટિ તમારી પારખી લે એ,ને દઈદે નિર્મળ પ્રેમ
દેહ છે વાનરનો જગે,તોય આપે સૌને માનવપ્રેમ
                                   ………….ના ડંડાને હાથમાં રાખે.
મંદીર કેરા બારણે આવી,જુએ એ ભક્તિ કેરી ટેક
આ ચોકીદારની નિર્મળ દ્રષ્ટિ,મળીજાય જ્યાં પ્રેમ
રામભક્તની એકજ લીલા,ભગાડે એ પાપ ભરપુર
બારીએ બેસી માપી લેએ,કેટલો માનવ છેચકચુર
                                   ………….ના ડંડાને હાથમાં રાખે.

______________________________________

હરિઃૐ                                    હરિઃૐ

તાઃ૧૩/૩/૨૦૧૧     (નડીયાદ)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

હરિઃૐ,હરિઃૐના સ્મરણ માત્રથી,મનને શાંન્તિ થાય
કૃપા મળતાં પુ.મોટાની,શ્રધ્ધાએજન્મ સફળ સહેવાય
એવા પુજ્ય મોટાને વંદનકરી,હરિઃૐ હરિઃૐ કહેવાય
                                     …………હરિઃૐ,હરિઃૐના સ્મરણ.
ઉજ્વળ જીવન પામવા કાજે,શ્રધ્ધાએ પ્રભુને ભજાય
મૌન મંદીરનાદ્વાર ખોલતા,જીવને જન્મ સફળદેખાય
માનવતાનીમહેંક પ્રસરાવી,ઉજ્વળ જીવનજીવીગયા
આંગણીચીંધી ભક્તિદીધી,હૈયે પુજ્ય મોટા વસી ગયા
                                      …………હરિઃૐ,હરિઃૐના સ્મરણ.
કલમનીકૃપા કરી પ્રદીપપર,ભક્તિથી અણસાર દીધો
એકશબ્દની સમજમળી,ને લીટીઓ ઘણી લખીલીધી
આનંદ મનમાં ઘણો થયો,કૃપાએ કલમની કેડી મળી
શરણે રાખી અમોસૌને,દેજો ભક્તિ ભાવની કેડીસાચી
                                       …………હરિઃૐ,હરિઃૐના સ્મરણ.

=================================
           પુજ્ય શ્રી મોટાના આશ્રમમાં વર્ષો પછી જવાની તક મળી
જે મારુ અહોભાગ્ય છે.તેઓને આ જન્મે તો કદી ના ભુલાય.મારા લેખન
જગતની શરૂઆત તેઓશ્રીના આ આશ્રમમાં જ તાઃ૧૧/૫/૧૯૭૧ ના 
રોજ કરી હતી.                                                     લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જ્ઞાનની ગંગા


                             જ્ઞાનની ગંગા

તાઃ૨૯/૧/૨૦૧૧       (આણંદ)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતના સહવાસમાં રહેતા,જીવનઉજ્વળ માણી લીધા
અવનીપરના એક અણસારે,જગના બંધન જાણી લીધા
                                     ………….કુદરતના સહવાસમાં રહેતા.
મારું તારુંની મહેંકતી માયા,ઝાઝવાના નીર બની રહી
પૉશ એક  ભરતા પાણીની,નદી આખી ક્યાંય વહી ગઈ
મનથી મળેલ સમજ માનવીને,જ્ઞાનની કેડી મળી રહી
સમજ સમજને પકડી ચાલતા,દેહને શાંન્તિ મળી ગઈ
                                     ………….કુદરતના સહવાસમાં રહેતા.
અનુભવની એકઅટારી જોતાં,મળતી વિપદા ટળીરહી
સિધ્ધીના સોપાન મળતાંતો,ન્યાયનીઘંટી રણકી ઉઠી
ગંગાજળ દે દેહનેમુક્તિ,ને જ્ઞાનની ગંગા દે અભિયાન
ઉજ્વળજીવન સાર્થક જન્મ,મળીજાય જીવને ભગવાન
                                     ………….કુદરતના સહવાસમાં રહેતા.

===================================

શુરવીરતા


                             શુરવીરતા

તાઃ૮/૨/૨૦૧૧      (આણંદ)     પ્રદીપ બ્રહ્મભટ્ટ

શુરવીરની તલવાર જોતાં,વાઘ બકરી બની જાય
પરંપરાની પુંછડી એતો ભઈ,એ નમ્ર પણથઈજાય
                                 ………….શુરવીરની તલવાર જોતાં.
દેહને મળતા માનમાં,માનવી જ્યાં ત્યાં વળી જાય
સાચવવાની ના રાહ જોતાં,એ અભિમાનમાં ઘવાય
મળેલ હાથના હથિયારથી,એ માનને પામી જ જાય
પડી જાય હથિયાર હાથથી,ત્યાંકાયર એ બની જાય
                                     …………શુરવીરની તલવાર જોતાં.
માયાથી મળે મોહ જગે,ને ભાગે ભક્તિએ ભવસાગર
દેહને મળતી કેડીઓમાં,બધી વ્યાધીઓજ ભાગીજાય
શુરવીરતાનો સંગ સાધનથી,ત્યાં માણસાઇ ડગીજાય
તલવારની એક નાનીજ ઝલકે,સૌ સામેના ડરી જાય
                                      ………….શુરવીરની તલવાર જોતાં.

++++++++++++++++++++++++++++++++++

તાલીના તાલ


                         તાલીના તાલ

તાઃ૬/૨/૨૦૧૧       (આણંદ)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

તાલી પડતાં તાલ મળે,ત્યાં ધુન પ્રભુની થાય
જીવને સાચીરાહ મળે,જ્યાં ભક્તિ મનથી થાય
                                  ………….તાલી પડતાં તાલ મળે.
તાલ જીવનમાં મળે છે સૌને,ધીમે ધીમે સમજાય
આગળ પાછળની વિચારધારા,સુખસાચુ દઈ જાય
                                   ………….તાલી પડતાં તાલ મળે.
મળે જો માયા કળીયુગની,તો ચઢ ઉતર પણ થાય
જીવને મળેલ માયાએવી,જીવનમાં રાહ દોરી જાય
                                    ………….તાલી પડતાં તાલ મળે.
ભક્તિના જ્યાં મળે તાલ,ત્યાં દેહે તકલીફો જોવાય
સાચી શ્રધ્ધા રાખી જીવતાંજ,ભક્તિસુખ મળી જાય
                                     ………….તાલી પડતાં તાલ મળે.
જીવનની ઝંઝટના તાલે,ઘણું મળે ને ઘણું ખોવાય
આગળ ચાલે પ્રેમ હ્રદયનો,લય જીવને મળી જાય
                                      ………….તાલી પડતાં તાલ મળે.
સહવાસ મળે સાચા સંતનો,ત્યાં ભક્તિ પ્રેમથી થાય
માનવતાની જ્યોતમળતાં,સંસાર આ સમજાઇ જાય
                                       ………….તાલી પડતાં તાલ મળે.
દેખાદેખની કલમ ભઈ એવી,જે ના કોઇથીય  વંચાય
પડે જ્યાં પાટુ કુદરતનું,ત્યાં તાલ બધા જ સમજાય
                                       ………….તાલી પડતાં તાલ મળે.

##################################

માગવાની રીત


                           માગવાની રીત

તાઃ૫/૨/૨૦૧૧       (ગોંડલ)        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માગવાથી મળે ભીખ,કે ના માગવાથી સન્માન
કુદરતકેરા ન્યાયમાં જીવપર,સદા કૃપાકરે ભગવાન
                                …………. ના માગવાથી મળે ભીખ.
હાથ ધરેલા માનવીના જગે,લાયકાતે ભરાઇ જાય
માગે મણ જ્યાં જીવજગે,ના પાશેર પણ મેળવાય
લાયકાત નારહે નિરાળી,જે જીવનાકર્મથી સમજાય
મળે વર્ષા પ્રેમની શિરે,જે બે હાથથીય ના પકડાય
                                    …………ના માગવાથી મળે ભીખ.
ખોબે ખોબે ઉલેચે જીવો,જ્યાં દ્રષ્ટિ કુદરતથી દેવાય
અપંગદેહે ભીખજ માગે,જ્યાં દેખાવની ભક્તિ થાય
મુર્તિ મંદીરની માયા મળતાં,ધન પણ વેડફાઇજાય
ભરોસો રાખતા ભીખપર,આજીવ ભટક ભટક્તો જાય
                                      …………ના માગવાથી મળે ભીખ.
માગણી સાચી માનવીની,જ્યાં જન્મસફળ થઈ જાય
ભક્તિમનથી પ્રેમે કરતાં,જીવને ભક્તિરાહ મળી જાય
મળેમાયા જ્યાં જલાસાંઇની,સાર્થકજન્મ આ થઇજાય
માગણી પહેલાં જ મળે આશીશ,ત્યાં પાવનકર્મ થાય
                                         …………ના માગવાથી મળે ભીખ.

=++++++++++++++++++++++++++++++++=