માતાની કૃપા


Girjamasi,V.V.Nager

.

.

.

.

.

.

.                   માતાની કૃપા

તાઃ૧૨/૩/૨૦૧૧      (આણંદ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માતાનો પ્રેમ જીવને,કોઇ નિમીત બની જાય
આવી આંગણે દઇદે પ્રેમ,જેથી જીંદગીસુધરી જાય
……..મળે માતાનો પ્રેમ જીવને.
માતા કેરી મમતા જગતમાં,કોઇ શક્યુ ના જાણી
પકડી આંગળી સુખદુઃખમાં,જીવનમાં મહેંક આવી
ભજન ભક્તિની પ્રીતપ્યારી,મુક્તિના ખોલેછે દ્વાર
પળપળની સમજન્યારી,દ્વાર મુક્તિના ખોલીજાય
…………મળે માતાનો પ્રેમ જીવને.
મળે જીવને જ્યાં શાંન્તિ દેહે,ત્યાં જન્મ સફળ  થાય
ધન્ય જીવનની કૃપાય મળે,જ્યાં ભક્તિપ્રેમ બંધાય
મળે જ્યાં શ્રધ્ધાજીવને,એ દેહને મુક્તિએ લઈ જાય
મળે માતાનીકૃપા નિરાળી,જે સદગતીએ દોરી જાય
……….મળે માતાનો પ્રેમ જીવને.
આંગણી ચીંધવા આત્માને,માતાનુ સ્વરૂપ મળીજાય
આવી આંગણે દે કૃપાસ્નેહે,ત્યાં કુટુંબ સુખી થઈ જાય
મા બહુચરની લાગણી મળતાં,ખુશી આ જીવન થાય
સાર્થક લાગે ભક્તિ જીવની,નેઉજ્વળ છે આવતીકાલ
……….મળે માતાનો પ્રેમ જીવને.
_________________________________________
મા બહુચરાજીની કૃપા થતાં અમારે ત્યાં માતાજીના સેવક
પુ.ગીરીજામાસી જીવનના એક ઉજ્વળ કાર્ય માટે ઘેર પધાર્યા
તે પ્રસંગને માતાની કૃપા સમજી યાદ રાખવા માટે આ કાવ્ય
માતાજીની સેવામાં અર્પણ.            પ્રદીપ બ્રહ્મભટ્ટ આણંદ.

=====================================