મઝા પડી


                                મઝા પડી

તાઃ૨૭/૨/૨૦૧૧        (આણંદ)     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મઝા પડી ભઈ મઝા પડી,સૌને મળીને મઝા પડી
     માણી લીધી ભઈ માણી લીધી,સૌની પ્રીત માણી લીધી
                                              ………..મઝા પડી ભઈ મઝા પડી.
મનથી પ્રીત મળી ગઈ,ભઈ સૌની પ્રેમે પ્રીત મળી
હૈયે હૈયા હેતે મળ્યા,ત્યાં નિર્મલ સ્નેહની નદી મળી
                                              ………..મઝા પડી ભઈ મઝા પડી.
જીવને ઉજ્વળ કેડી મળી,મમતા સૌએ માણી લીધી
આજકાલની તો માયા છુટી,હૈયેથી સાચી પ્રીત મળી
                                              ………..મઝા પડી ભઈ મઝા પડી.
આજે હું આવુ કે કાલે આવું,સમયની સીડી આ ચાલી
એક મનથી જ પકડી લેતાં,ભઈ જ્યોત પ્રેમની ઝાલી
                                              ………..મઝા પડી ભઈ મઝા પડી.
દીલડા સંગે દેહ મળ્યા,ત્યાં સુખદુઃખ બંન્ને હટી ગયા
મળતાં પ્રેમનો સાગર દેહને,જીવન સાચુ જીવી રહ્યા
                                              ………..મઝા પડી ભઈ મઝા પડી.

====================================

સુખની કેડી


                              સુખની કેડી

તાઃ૨૭/૨/૨૦૧૧     (આણંદ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દુઃખો ભાગશે દુર,જ્યાં ભક્તિ છે ભરપુર
      રામનામની કેડીને લેતાં,કૃપા મળે અદભુત 
                                                ……….દુઃખ ભાગશે દુર. 
નિત્ય સવારે પુંજન,જ્યાં શ્રધ્ધાએજ થઈ જાય
જલાસાંઇની કૃપાએ,જીવને જન્મ સફળ દેખાય
ક્યાંક મળેલ આશિર્વાદ,જે સ્વર્ગ સુખ દઈ જાય
સાર્થક જીવન મળીજતાં,સુખની કેડી મળી જાય 
માયામોહ દુર ભાગતા,ઉજ્વળ આ જીવન થાય
                                                 ……….દુઃખ ભાગશે દુર.
કરતાં કામ જીવનના, સફળ સરળ થઈજ જાય 
અણસાર મળે એદેહને,જે ભક્તિ એજ મેળવાય
મારાની માયા છે અતુટ,ને મમતા પણ દેખાય
ભક્તિ સાચી કરી લેતા તો,કુદરત પણ હરખાય
બંધન જગના છુટતાં જીવને,અતુટ શાંન્તિ થાય
                                                   ……….દુઃખ ભાગશે દુર.

===============================