ના આરો,ઓવારો


                         ના આરો,ઓવારો

તાઃ૩/૪/૨૦૧૧                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ જીવને એક સંબંધ,બંધનથી જે જકડાઇ જાય
અવનીપરના આગમને,જન્મમળતાજ દેખાઇ જાય
                                      ………..જન્મ જીવને એક સંબંધ.
વિશાળ દીલને વાયુ લાગે,ત્યાં બુધ્ધિજ અટકી જાય
ક્યાંથી ક્યાંની શોધમાં તો,આ મન પણ મુંઝાઇ જાય
એક રસ્તાની રાહમળતાં,જાણેસઘળું માગ્યુ મળીજાય
ના સમજ માનવને,કે એક મળતાં ઘણુ બધુ વેડફાય
                                      ………..જન્મ જીવને એક સંબંધ.
શ્રધ્ધાને સાચવી રાખતાં,નામાનવમન કદીય મુંઝાય
જકડાયેલજીવને જગતમાં,સરળતાએ આરો મળીજાય
ના મુંઝવણની હેલી આવે,કે ના ઓવારો કોઇ શોધાય
સમજી જીવન જીવતા જગે,પ્રભુનોસાથ સદા સહેવાય
                                       ………..જન્મ જીવને એક સંબંધ.

*********************************************