જીવને ટકોર


                            જીવને ટકોર

તાઃ૪/૪/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખદુઃખ તો સંસારના બંધન,જે ભક્તિએ ભાગી જાય
જીવને શાંન્તિ પ્રભુ કૃપાએ,જે સાચી ભક્તિએ મેળવાય
        .........સુખદુઃખ તો સંસારના બંધન.
ગતી કર્મની છે જન્મની સાથે,ના કોઇથીય તરછોડાય
નિત્ય પ્રભુનુ સ્મરણ કરતાં,જીવને શાંન્તિજ મળી જાય
ભક્તિનો સંગ દેહે રાખતા,જગમાં કર્મ પવિત્ર જ થાય
ભુલ થાય જ્યાં જીવથી દેહે,પ્રભુની જીવને ટકોર થાય
        ........સુખદુઃખ તો સંસારના બંધન.
સંસારના બંધન દેહની સાથે,વાણી વર્તનથીજ દેખાય
ભીખ માગીને ભટકી ચાલતા,મળેલ જન્મ વ્યર્થ થાય
ટેક રાખીને જગમાં જીવતાંતો,સર્જનહાર પણ હરખાય
મળેલ શાંન્તિ દેહને જગમાં,જીવનો જન્મ પાવન થાય
        ........સુખદુઃખ તો સંસારના બંધન.

=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=0=0=