હૈયાનો ઉભરો


                            હૈયાનો ઉભરો

તાઃ૫/૪/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારે હૈયે આવ્યો ઉભરો,ને મનને શાંન્તિય મળી ગઈ
કૃપા આંગણે આવતી દીઠી,જ્યાં માબાપની દ્રષ્ટિ થઈ
લાગ્યુય મને આજથી,મારી આ જીંદગીજ સુધરી ગઈ
                                             ………..મારે હૈયે આવ્યો ઉભરો.
ડગલાં નાના હું માંડતો,ત્યારે તો ટેકાને રાખતો સાથે
જ્યાં કદીક મળતી રાહત,ત્યારેતો આંખો મીંચી ઘુમતો
ટપલી મળતી પ્રેમની,ત્યારે હું માબાપને વંદન કરતો
માનો પ્રેમ નેરાહ પિતાની,ત્યાં મારુ હૈયુ ઉભરાઇ જાતુ
                                               ………..મારે હૈયે આવ્યો ઉભરો.
મિત્રભાવની નાની કેડી,આ જીવનમાં પ્રેમે પકડી લીધી
ઉભરો આવતા સાચવી લેતા,મેંતો ઉજ્વળ રાહને માણી
હૈયાના સ્પંદનને પળથી પકડતાં,આવીછે આજ ઉજાણી
મળતીમનને શાંન્તિમાગી,જ્યાં ગંગા સ્નેહપ્રેમની વહેતી
                                             …………મારે હૈયે આવ્યો ઉભરો.

==================================