મન લબડ્યુ


                                 મન લબડ્યુ

  તાઃ૮/૪/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

આતો હવા કળીયુગની એવી,ના સમયની રાહ એજોતી
ક્યારે આવીને જકડે દેહને,ત્યારેજ મનને તકલીફ થાતી
અરે આ છે હવા પાણીના જેવી,ના કોઇને કદીયે છોડતી
        ..........આતો હવા કળીયુગની એવી.
શીતળ સ્નેહે ચાલતી ગાડીને,જેમ પડે પવનની ઝાપટ
આગળ પાછળનો ના સંકેત,કે જ્યાં શ્રધ્ધાનો છે પાવર
જ્યાં મનને મળતી કાચી માયા,ત્યાં માનવદીલ દુભાય
ભોળાદીલને નાપારખ કોઇની,ત્યારેજ મન લબડી જાય
        ..........આતો હવા કળીયુગની એવી.
સુંદરતા દેખાય આંખોને જ્યાં,ત્યાં સમજુ સાચવી જાય
લબડી પડતાં થોડું મતીથી,માનવજીવન વેડફાઇ જાય
ભક્તિનોસહવાસમનથી મળતાં,પાવનકર્મો દેહથી થાય
જન્મ મરણની સાંકળને તોડવા,મન ત્યાંજ અટકી જાય
        ..........આતો હવા કળીયુગની એવી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

સૌરાષ્ટ્રનુ પાણી


      સૌરાષ્ટ્રનુ પાણી

તાઃ૮/૪/૨૦૧૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાણી પીધુ સૌરાષ્ટ્રનું,ત્યાં શુરવીરતા આવી ગઈ
માનવતાની મહેંક મળતાં,હું શુરવીર બન્યો ભઇ
        .........પાણી પીધુ સૌરાષ્ટ્રનું.
સાચાને સહકાર દેવાને,જુઠાને કચડી દેતો અહીં
સ્નેહ મળતા સહવાસીઓનો,હું મઝામાણતો ભઈ
નિર્મળપ્રેમ નામાગે મળતો,મળે સોપાને સન્માન
કોણકોને દે સહારો જીવનમાં,એ નામને સમજાય
        .........પાણી પીધુ સૌરાષ્ટ્રનું.
કંકુ ચાંલ્લો કપાળે કરતાં,કોઇથી મને નાઅડાય
શુરવીરતાની છે નીશાની,ના કોઇથી જગે ડરાય
સમજણ એતો સાચી છે,કે નિર્દોષને સહાય થાય
બનો સહારો અબળાનો,આજન્મ સફળ થઈજાય
       ..........પાણી પીધુ સૌરાષ્ટ્રનુ.

---=-=-=-=-=-=-=-=-===-=-=-=-==-=-==-=-=