ડંકો વાગ્યો


       ડંકો વાગ્યો

તાઃ૧૦/૪/૨૦૧૧      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ડંકો વાગતા રામ નામનો,જીવની પાવન ભક્તિ થઈ
આંગણે આવી માગણી કરે,ત્યાં તો કૃપા પ્રભુની થઈ
         ..........ડંકો વાગતા રામ નામનો.
મતી મળે છે મનને ત્યારે,સમજી વિચારી વર્તે જ્યારે
માયાનો મોહ ભાગેદેહથી,આવે જ્યાં કૃપાબની સહારો
મળશે પ્રીત સાચા સંતની,નેનિર્મળ પ્રેમ આવશે વર્ષી
માગણી મોહ માયાની મુકતા,અન્ન માગે છે ભુમી પતિ
         ...........ડંકો વાગતા રામ નામનો.
સંસ્કારની સીડી નાશોધે,કે નામાગે મળે કોઇને જગમાં
કુદરતની કરુણા છે ન્યારી,ભક્તિ પ્રેમ જે પકડી જાણે
જલારામની શ્રધ્ધા ન્યારી,મળીછે તેમને સંસ્કારી નારી
જગમાં ઉજ્વળ કુળનુ નામ થયુ,માતાની કુખ ઉજાળી
         ...........ડંકો વાગતા રામ નામનો.

+++++++++++++++++++++++++++++++++++++++++