મેળવી લીધા


                          મેળવી લીધા

તાઃ૧૧/૪/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાણી વર્તનનો સંબંધ અનોખો,ના કોઇને દે એ ધોખો
સમજીવિચારી મેળવી લેતા,ના જગમાં તેનો કોઇ તોટો
         ........વાણી વર્તનનો સંબંધ અનોખો.
નિત્ય નિરખે નયન નિરાળુ,સ્નેહની સાંકળ સદા દેનારુ
આવી આંગણે પ્રેમ મળેતો,જીવન ઉજ્વળ છે મળનારુ
         .......વાણી વર્તનનો સંબંધ અનોખો.
બંધન છુટતાં મોહમાયાના,મળે જીવને સૌ ખુશી દેનારા
મળે સીડી સંસ્કારની દેહને,જન્મ સફળ જીવનો કરવાને
         ........વાણી વર્તનનો સંબંધ અનોખો.
મેળવી માયા દેહે જ્યારે,આવતી જગની વ્યાધીઓ ત્યારે
છોડીદીધી કળીયુગની કેડી,મેળવીલીધી મેં પ્રીત પ્રભુની
         ........વાણી વર્તનનો સંબંધ અનોખો.
દીપ બનીને જ્યાં હું પ્રકાશુ,પ્રદીપ નામ સાર્થક સમજાય
મેળવ્યા ભક્તિના સોપાન,જીવનો જન્મ સફળ થઈ જાય
         ........વાણી વર્તનનો સંબંધ અનોખો.

############################################