દુર્ગા માતા


                                દુર્ગા માતા

તાઃ૧૫/૪/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

રોજ સવારે નમન કરતાં,મા દુર્ગાની કરુ આરતી મનથી
નિર્મળ ભાવના રાખી મનમાં,ઘરમાં વંદન કરુ હુ તનથી  
                                           ………….રોજ સવારે નમન કરતાં.
કૃપા કરીને મા કરુણા કરજો,જય જય દુર્ગે મા નમો નમઃ
આરતી ટાણે આવજો વહેલા માડી,સંતાન તમારા તરસે
જગત આધારી છો કરુણાકારી,ભક્તિ પ્રેમ મા જ્યાં વરસે
ઉજ્વળ જીવન જીવવા મા દુર્ગા,આ જન્મ સફળ તું કરજે
                                          ……………રોજ સવારે નમન કરતાં.
મોહમાયાના બંધન પણ છુટે,જ્યાં જગના બંધન છે તુટે
મળે જ્યાં કૃપા માદુર્ગા તારી,ભવસાગર ભાગે છે ત્યાં દુર
આવે પવિત્ર ગંગાના વ્હેણ,ના જન્મે રહે જીવને કોઇ કેણ
રોજ સવારે પ્રેમથી પુંજા કરતાં,મળી જાય મા તારો પ્રેમ
                                          ……………રોજ સવારે નમન કરતાં.

=–==–==-=–=-=-=-=–==–==-=-=-=-=-=-=–=–=