નાટકની મઝા


suresh-baxi2    

                                નાટકની મઝા

તાઃ૧૬/૪/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

નાટક કરવા નટ બનતા,આજે આંગળી ચીંધાઇ ગઈ
મસ્ત મઝાના રોલેરોલમાં,બંન્નેય ના ઓળખાયા ભઈ
એવી અદભુતલીલા હ્યુસ્ટનમાં,જે બક્ષીથી કરાઇ ગઈ
                                       …………નાટક કરવા નટ બનતા.
આંગળી ચીંધતા સુરેશભાઇ,કહેતા બક્ષીને ભાઇ હાલ
મારી જીવનગાડી છે ન્યારી,મળીજશે જીવનમાં તાલ
બક્ષી કહે ભાઈ વ્હાલ તારુ,કરી દેશેએ મનને ખુશહાલ
ચાલીશ હુ સાથે જીવનમાં,મળશે જ્યાં સુધી સથવાર
                                        …………નાટક કરવા નટ બનતા.
રંગ ભંગને ના પકડીને રહેતો,છોડજે તુ દેખાવના મોહ
સરળતાનો સહવાસમને,જે દેવા થઇગયો છુ હું તૈયાર
તારા હાથની ભાવનાજોતાં,આજે હું બની ગયો છુ નટ
સરખે સરખા સામેલાગે,આજે બંન્નેનો થઈ ગયો છે વટ
                                        ………… નાટક કરવા નટ બનતા.

==================================
             હ્યુસ્ટનના જાણીતા લેખક શ્રી સુરેશભાઇ બક્ષીએ દશાબ્દીના
કાર્યક્રમના નાટકમાં સુંદર પાત્ર ભજવીને રંગ રાખ્યો હતો.તે પ્રસંગને યાદ
રાખવા આ રચના હું મુકુ છુ.    લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ
==========================================

જન્મ દીવસ


                            જન્મ દીવસ
                       (મારા પિતાજીનો)

તાઃ૧૬/૪/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર દેહ મળે પિતાને,નેવુ વર્ષ આજે થયા
       રાહ દીધી સંતાનને પ્રેમે,ઉજ્વળ જીવન દઈ રહ્યા
                                    ………..અવનીપર દેહ મળે પિતાને.
મહેનત દીધી મનથી અમને,ઉજ્વળ સોપાને દીઠી
      ભુલને સમજી જીવીજવાની,માનવતા અમને દીધી
                                     ………..અવનીપર દેહ મળે પિતાને.
માતાના સંસ્કારને લઈને,વંદન પ્રેમથી સૌને કરતા
      આશીર્વાદની રાહને મેળવતાં,મનથી શાંન્તિને લેતા
                                    …………અવનીપર દેહ મળે પિતાને.
ચાર દિકરા ને ચાર દિકરીઓ,સંતાનો એમના થયા
      ભણતર  ચણતર પ્રેમેદેતા,ઉત્સાહી જીવનપામી રહ્યા
                                    …………અવનીપર દેહ મળે પિતાને.
ભક્તિનો સંગાથ જીવનને,પ્રભુની રાહ પરખાવી દે
      આવે આંગણે સંત એવા,જીવ જન્મ સફળ જોઇ લે
                                    …………અવનીપર દેહ મળે પિતાને.
કૃપા મળતા સૌ સંતાનને,સ્નેહ સંબંધ પકડાઇ રહે
       માતાપિતા એ પ્રભુકૃપાએ,લાંબુ જીવન જીવે જગે
                                   ………….અવનીપર દેહ મળે પિતાને.
અંતરથી વિનંતી જલાસાંઇને,પિતાના મળે પુણ્ય
       દેહ દીધો અવનીએ અમને,જગમાં મળે ના મુલ્ય
                                    …………અવનીપર દેહ મળે પિતાને.

===================================
                મારા પુજ્ય પિતાજીને આજે ૯૦ વર્ષ પુરા થયા તે
પ્રસંગની યાદ રૂપે લખેલ આ કાવ્ય તેમના જન્મ દીવસે ચરણે
વંદન સહિત અમારા સૌના જય જલારામ.
લી.પ્રદીપ,રમા,ચી.રવિ,ચી.દીપલ,ચી.નિશીતકુમાર અને ચી.હિમા.