મા


 

 

 

 

 

 

.

.

.

.

                                    મા

તાઃ૧૧/૩/૨૦૧૧    (આણંદ)     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા તારો ઉપકાર જીવથી,કદી કોઇ દીન ના ભુલાય
દેહ દીધો અવનીપર મા,જીવ જ્ન્મસફળ કરી જાય
                                  …………મા તારો ઉપકાર જીવથી.
સુખદુઃખને ભુલી જીવનમાં,સંતાનની આશા રખાય
પ્રેમ મળતાં પતિનો દેહે,માબાપ બનીનેજ જીવાય
જન્મે જીવનોભાર લઈ મા,દીધો અવનીએઅવતાર
મારુ તારુ માળીએ મુકી,સંતાનને સુખ દેવા અપાર
                                   …………મા તારો ઉપકાર જીવથી.
માના મળેલ આશીર્વાદ,દેહને સાચી કેડી મળીજાય
રાહ મળતા સાચાસુખની,જીવથી કદીય ના છોડાય
ભુલે જીવજ્યાં માને દેહે,અવગતી તરફજ એદોરાય
હાય મળતાં જીવનીકોઇને,અવની કોઇથીના છોડાય
                                       ………..મા તારો ઉપકાર જીવથી.

————————————————————

પકડેલ પ્રેમ


                           પકડેલ પ્રેમ

તાઃ૧૧/૩/૨૦૧૧    (આણંદ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખદુઃખમાં સંગાથ મળે તો,પ્રેમ અંતરથી થાય
પ્રેમની નાની કેડી પકડતાં,પાવનકર્મ થઈ જાય
                         …………સુખદુઃખમાં સંગાથ મળે તો.
સાચાખોટા શબ્દના મોહમાં,વ્યાધી વળગી જાય
આ કર્યુ ને આ બાકીમાં,સાંભળતા સદીઓ જાય
પ્રેમ શબ્દને પારખી લેતા,માનવતાને સમજાય
ક્યાંક કદીક મળે દીલથી,જન્મ સફળ થઈ જાય
                            ………..સુખદુઃખમાં સંગાથ મળે તો.
નાના મોટાને પારખી લેતાં,દેહ પ્રેમને સમજાય
નિર્મળપ્રેમ નિરાળો મળતાં,સૌસંગી પણ હરખાય
મોહમાયાને બાજુમાં મુકતાં,સ્વર્ગ સાચુ સહેવાય
પ્રેમ મળે જો મનથી સાચો,દુનીયા મુંઝાઇ જાય
                           ………….સુખદુઃખમાં સંગાથ મળે તો.
જન્મમળ્યો માનવીનો,જીવે મુક્તિમાર્ગ મેળવાય
સાચી શ્રધ્ધા જલાસાંઇની,ભક્તિમાર્ગ મળી જાય
ભક્તિસાચી મનથીકરતાં,નિર્મળ પ્રભુપ્રેમ લેવાય
મળેલસાચા પ્રેમથીજગમાં,જીવનોજન્મ સુધારાય
                              …………સુખદુઃખમાં સંગાથ મળે તો.

===============================