મધુર સહવાસ


                           મધુર સહવાસ           

તાઃ૨૩/૪/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

તારા વિના મને ગમતું નથી,તારી હાલત નાસમજાય
એકલવાયુ લાગે મને જીવન,જાણે ભટકુછુ હુ દ્વારેદ્વાર
                                 ………….તારા વિના મને ગમતું નથી.
સહવાસ મને હતો તારો,લાગે જન્મોજન્મ નો છે સાથ
વિસરવાની નાવાત મારે,તું તો પળેપળ દે તારો હાથ
પળે પળ તું હતી પણમારી,મને મળીગયો તો વિશ્વાસ
કલ્પના કદી ના કરતો ક્યારે,તું તો દેતી હતી સથવાર
                                 …………..તારા વિના મને ગમતું નથી.
હુફ હતી મારા આ જીવનમાં,જ્યાં મળ્યો તારો સહવાસ
સિધ્ધીના સોપાનને ચઢવા,મળ્યો આંગળીનો અણસાર
બનીસહારો જીવી રહ્યાતા,ત્યાંઆવી ક્યાંવ્યાધીપળવાર
ગમતુ નથી આમળેલ જીવન,જાણે ભીખમાગે ધનવાન
                                 ……………તારા વિના મને ગમતું નથી.

++++++++++++++++++++++++++++++++==++

મસ્તી કુદરતની


                         મસ્તી કુદરતની

તાઃ૨૨/૪/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મધુર શીતળ વાયરો વાય,ને પ્રભાતપણ ઉજ્વળ હોય
જીવ તરસે જન્મઅવનીએ,જ્યાં કુદરતની મસ્તી હોય
                                  ………….મધુર શીતળ વાયરો વાય.
કોયલ દે અણસાર જીવને,મધુર સુરથીજ એ ઓળખાય
મંદ પવનની ગતીમાણતાં,ઉજ્વળ સવાર આ થઈજાય
નિર્મળ એવી મતી બને દેહની,જે નિર્મળતા આપીજાય
પ્રભુ કૃપાને પામતા જગ પર,આ જન્મ સફળ થઈજાય
                                  ………….મધુર શીતળ વાયરો વાય.
એક લહેર વાયરાની મુખ પર,પ્રેમથી બચી કરી જાય
બચપણ યાદ આવે દેહને,જે માના પ્રેમથી મેળવાય
મનને શાંન્તિ ને તનમે શાંન્તિ,ચારેકોર એ વસીજાય
મળીજાય આમસ્તી કુદરતની,જે સ્વર્ગસુખ દઈ જાય
                                  ………….મધુર શીતળ વાયરો વાય.

================================

મોરની લીલા


.

.

.

.

.

.

                        મોરની લીલા

તાઃ૨૧/૪/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ટહુકો સાંભળી મોરનો આજે,મને હૈયે આનંદ થાય
જોઇ અજબ લીલા મોરની,પ્રભુને પ્રેમે વંદન થાય
                              …………ટહુકો સાંભળી મોરનો આજે.
દીધા પ્રભુએ પીંછા દેહે,જે ઢાલ કાયાની બની જાય
ઉભરો આનંદનો દેખાઇજાય,જ્યાં મુક્ત મને ખેલાય
મીઠી લહેરમળે પવનની,ત્યાંજ અનંત આનંદ થાય
આંખોમાં આનંદ દેખાતા,જીભે કુઉ કુઉનો ટહુકો થાય
                                 ………..ટહુકો સાંભળી મોરનો આજે.
કુદરતનો ત્યાં સાથ મળે,જ્યાં માનવ થઈ જીવાય
સ્નેહપ્રેમને પકડી ચાલતા,દેહે સૌનો પ્રેમ મળીજાય
પ્રાણી પશુને પારખીલેતાં,આ જન્મસફળ પણ થાય
અજબલીલા કુદરતની છે,જે મોરની લીલાએદેખાય
                                 ………..ટહુકો સાંભળી મોરનો આજે.

         **********************************

લહેર


                                   લહેર

તાઃ૧૧/૩/૨૦૧૧       (આણંદ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની લીલા જગતમાં,દેહ મળતાં જીવને દેખાય
લેણદેણની એક લહેરમાં,જીવનો જન્મ સંબંધ બધાય
                                   ………….કુદરતની લીલા જગતમાં.
એક નાનીભુલ જીવથી થતાં,દેહ અવનીએ મેળવાય
રાજા રંક કે કોઇ જીવથી,અવનીએ ના કદીય છોડાય
હાથમાં રાખી માળા નેજીભે,જગતચર્ચા ચાલતી જાય
ના તેનો કોઇ ભારમળે,કે નાસાચી ભક્તિ મનથીથાય
                                        ………..કુદરતની લીલા જગતમાં.
ભક્તિપ્રેમનીલહેર નિરાળી,જીવથી સ્વર્ગસુખ મેળવાય
નામાયા કે મમતાનીકેડી મળે,કેના કોઇથી લોભાવાય
આજકાલની જો મળી લહેર તો,જીવ કળીયુગે ભટકાય
જલાસાંઇની કેડી મળે જો જીવને,દેહ ફરીના મેળવાય
                                    …………..કુદરતની લીલા જગતમાં.

૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭=૭

મા


 

 

 

 

 

 

.

.

.

.

                                    મા

તાઃ૧૧/૩/૨૦૧૧    (આણંદ)     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા તારો ઉપકાર જીવથી,કદી કોઇ દીન ના ભુલાય
દેહ દીધો અવનીપર મા,જીવ જ્ન્મસફળ કરી જાય
                                  …………મા તારો ઉપકાર જીવથી.
સુખદુઃખને ભુલી જીવનમાં,સંતાનની આશા રખાય
પ્રેમ મળતાં પતિનો દેહે,માબાપ બનીનેજ જીવાય
જન્મે જીવનોભાર લઈ મા,દીધો અવનીએઅવતાર
મારુ તારુ માળીએ મુકી,સંતાનને સુખ દેવા અપાર
                                   …………મા તારો ઉપકાર જીવથી.
માના મળેલ આશીર્વાદ,દેહને સાચી કેડી મળીજાય
રાહ મળતા સાચાસુખની,જીવથી કદીય ના છોડાય
ભુલે જીવજ્યાં માને દેહે,અવગતી તરફજ એદોરાય
હાય મળતાં જીવનીકોઇને,અવની કોઇથીના છોડાય
                                       ………..મા તારો ઉપકાર જીવથી.

————————————————————

પકડેલ પ્રેમ


                           પકડેલ પ્રેમ

તાઃ૧૧/૩/૨૦૧૧    (આણંદ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખદુઃખમાં સંગાથ મળે તો,પ્રેમ અંતરથી થાય
પ્રેમની નાની કેડી પકડતાં,પાવનકર્મ થઈ જાય
                         …………સુખદુઃખમાં સંગાથ મળે તો.
સાચાખોટા શબ્દના મોહમાં,વ્યાધી વળગી જાય
આ કર્યુ ને આ બાકીમાં,સાંભળતા સદીઓ જાય
પ્રેમ શબ્દને પારખી લેતા,માનવતાને સમજાય
ક્યાંક કદીક મળે દીલથી,જન્મ સફળ થઈ જાય
                            ………..સુખદુઃખમાં સંગાથ મળે તો.
નાના મોટાને પારખી લેતાં,દેહ પ્રેમને સમજાય
નિર્મળપ્રેમ નિરાળો મળતાં,સૌસંગી પણ હરખાય
મોહમાયાને બાજુમાં મુકતાં,સ્વર્ગ સાચુ સહેવાય
પ્રેમ મળે જો મનથી સાચો,દુનીયા મુંઝાઇ જાય
                           ………….સુખદુઃખમાં સંગાથ મળે તો.
જન્મમળ્યો માનવીનો,જીવે મુક્તિમાર્ગ મેળવાય
સાચી શ્રધ્ધા જલાસાંઇની,ભક્તિમાર્ગ મળી જાય
ભક્તિસાચી મનથીકરતાં,નિર્મળ પ્રભુપ્રેમ લેવાય
મળેલસાચા પ્રેમથીજગમાં,જીવનોજન્મ સુધારાય
                              …………સુખદુઃખમાં સંગાથ મળે તો.

===============================

સંસ્કૃતિ સિંચન


                          સંસ્કૃતિ સિંચન

તાઃ૧૯/૪/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાડી આડી ના આવે તો,તો જીવન વેડફાઇ જાય
પૅન્ટ,લેંઘી મળી જાય તો,તો સન્નારી ના રહેવાય
                                    …………સાડી આડી ના આવે તો.
લટકુ અટકે ને મટકું અટકે,જ્યાં સન્માનને સચવાય
પતિ પરમેશ્વર બની રહે,ત્યાંજ સાચી સંસ્કૃતિ દેખાય
સમય સમયને સાચવીચાલતા,વ્યાધીઓ ભાગીજાય
મળે શાંન્તિ મનને ત્યાં,જ્યાં સંસ્કારનું સિંચન દેવાય
                                  …………..સાડી આડી ના આવે તો.
કૃપા પામવા વડીલની જગે,વંદન મનથી જ થાય
આશીર્વાદની સીડી મળતાં,જીવન ધન્ય થઈ જાય
દેખાવની કેડી દુર રાખતાંજ,નિર્મળતા વહેતી થાય
દેખાવ મુકતાં માળીયે,મળેલ જન્મસફળ થઈ જાય
                                   …………..સાડી આડી ના આવે તો.

——————————————————